નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વિટ કરી જાણકારી આપી હતી, આ સાથે તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકો જલ્દી કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી હતી. યૂપીના અમેઠીના સાંસદ ઈરાની કેન્દ્ર સરકારમાં કપડા મંત્રાલય અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની જવાબદારી સંભાળી રહ્યા છે.
સ્મૃતિ ઈરાની ગુજરાતના મોરબીની મુલાકાતે
આપને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા સ્મૃતિ ઈરાની ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારના પ્રચાર માટે મોરબી આવ્યા હતા. આ દરમિયાન સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસને ડુબતું જહાજ બતાવ્યું હતુ. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, કોંગ્રેસ ખેડૂતોને મોહરું બનાવી રાજનીતિનો ફાયદો ઉઠાવવાનો કોશિશમાં છે.
ભારતમાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણ વધ્યું
સ્મૃતિ ઈરાની મોરબીથી ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા માટે પ્રચાર કરવા પહોંચ્યાં હતા. મોરબી ગુજરાતની 8 વિધાનસભા વિસ્તારમાંથી એક છે. જ્યાં કોંગ્રેસના ધારાસભ્યએ આ વર્ષે રાજ્યસભાની ચૂંટણી પહેલા જ રાજીનામું આપવાના કારણે ગુજરાતમાં પેટાચૂંટણી યોજાઈ રહી છે. ભારતમાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યું છે. સંક્રમિતોની સંખ્યા અંદાજે 80 લાખ પહોંચી ગઈ છે. સ્વાસ્થય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 79,90,322 થઈ છે. બુધવારના સવારના 8 કલાક સુધીમાં કોરોના 43,893 નવા કેસ નોંધાયા છે.