જયપુર: રવિવારે પ્રદેશ ભાજપની પહેલી વર્ચ્યુઅલ રેલીને સંબોધન કરતાં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ ઉપર નિશાન સાધ્યા હતા. તેમણે મોદી સરકારની છેલ્લા 1 વર્ષની ઉપલબ્ધિઓની પણ પ્રશંસા કરી હતી.
કેન્દ્રીય પ્રધાનએ કહ્યું કે, સંકટ સમયે દેશની જનતા પીએમ મોદી પર વિશ્વાસ રાખે છે, તેથી લોકડાઉન દરમિયાન દેશની જનતાએ વડાપ્રધાનની દરેક અપીલને ટેકો આપ્યો હતો. સ્મૃતિ ઈરાનીએ એમ પણ કહ્યું કે, લોકડાઉનમાં દેશના લોકોએ વડા પ્રધાનના નેતૃત્વ સ્વીકાર્યું કારણ કે, તેઓ જાણતા હતા કે દેશ સક્ષમ હાથમાં છે.
વર્ચ્યુઅલ રેલી દ્વારા જયપુર અને ભરતપુરના લોકોને સંબોધતા કેન્દ્રીય કાપડ પ્રધાને કહ્યું કે, કોંગ્રેસે પણ દેશ પર શાસન કર્યું હતું. પરંતુ જો તેમની સરકારોમાં મજબૂત અથવા વહીવટી બળ હોય તો દેશના 11 કરોડ લોકો શૌચાલયથી વંચિત ન રહ્યા હોત. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, અમારા માટે ગૌરવની વાત છે કે, આ સંકટના સમયમાં ભાજપના દરેક કાર્યકર લોકસેવામાં વ્યસ્ત હતા અને કેન્દ્ર સરકારે જન ધન ખાતા દ્વારા ગરીબો માટે 20 હજાર કરોડ રૂપિયા જાહેર કર્યા હતા.
સંબોધન દરમિયાન કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ મોદી સરકારના છેલ્લા 1 વર્ષના કાર્યકાળ દરમિયાન લીધેલા નિર્ણયોની વિશે ચર્ચા કરી હતી.તેમણે 370 કલમ વિશે પણ વાત કરી હતી. કેન્દ્રીય પ્રધાન અર્જુનરામ મેઘવાલે કહ્યું કે, રાજ્યમાં કોંગ્રેસની સરકાર રાજકીય દાવ લગાવી રહી છે, તેમણે કહ્યું કે કોંગ્રેસ દેશમાં ભ્રષ્ટાચારની માતા છે. કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે નરેન્દ્ર મોદીના કાર્યક્ષમ સંચાલન દ્વારા ભારતે વિશ્વભરમાં એક વિઝન રજૂ કર્યું છે અને ભારતને રોલ મોડેલ તરીકે રજૂ કરવામાં આવ્યું છે.