ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'રાજસ્થાની મૉડલ નિશા યાદવની કહાની સ્મૃતિની જુબાની' - gujarati news

મુંબઈઃ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ હાલમાં જ લેક્મે ફૅશન વીકમાં પ્રખ્યાત થયેલ રાજસ્થાની મૉડલ નીશા યાદવના વખાણ કર્યા છે. ઈરાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે એક રાજસ્થાનની વકીલ અને મૉડલ નિશા યાદવની કહાની શેર કરી તેની સફળતા અંગે વાત કરી છે. સફળતા માટે કેવો હતો સંઘર્ષ, વાંચો આ અહેવાલમાં...

smriti irani

By

Published : Aug 27, 2019, 9:17 AM IST

Updated : Aug 27, 2019, 10:47 AM IST

વીડિયોમાં સ્મૃતિએ જણાવ્યું કે, હું ઈચ્છું છું કે, તમે બધા નિશા યાદવને મળો. કારણ કે, તેની અનેક વાતો કંઈક ખાસ છે. તે માત્ર મૉડલ જ નહી, પરંતુ રાજસ્થાન વિશ્વવિદ્યાલયમાં તેણીએ LLBનું બીજું વર્ષ પૂર્ણ કર્યું છે. હાલમાં તેણીનું ત્રીજું વર્ષ ચાલી રહ્યું છે અને નિશા દિલ્હીમાં પ્રેક્ટિસ કરી રહી છે. એક મિનિટના વીડિયો ક્લિપમાં ઈરાનીએ કહ્યું કે, નિશા યાદવ શાળાના દિવસોમાં દરરોજ 6 કિલોમીટરની મુસાફરી કરતી હતી. જો કે, જ્યારે નિશાએ નાની ઉંમરે લગ્ન કરવાની ના પાડી, ત્યારે તેના પિતાએ તેને ઘરની બહાર કાઢી મુકી હતી. આ ખરાબ સમયમાં તેની બહેનોએ તેમનો સાથ આપ્યો હતો.

ભાવનાત્મક થઈ નિશાએ વીડિયોમાં કહ્યું કે, હવે પરિસ્થિતિ ઘણી સારી છે અને પિતાએ હવે અમને અપનાવી લીધા છે. તેણીએ કહ્યું કે, તેની ચાર બહેનોને પણ જીવનમાં સારી સફળતા મળી છે. જેમાંથી એક IAS અધિકારી, બીજી પોલીસમાં, ત્રીજી સોફ્ટવેર એન્જિનિયર અને ચોથી પ્રોફેસર છે.

ઈરાનીએ કહ્યું, આનો અર્થ એ છે કે, દીકરીઓના લગ્ન ત્યારે જ કરાવો જ્યારે તેઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરે અને ખુદ લગ્ન માટે સહમતિ દર્શાવે.

Last Updated : Aug 27, 2019, 10:47 AM IST

ABOUT THE AUTHOR

...view details