- સ્મૃતિ ઈરાનીએ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા રાજકીય પક્ષોની નિંદા કરી
- બિલ અંગે ચર્ચા વખતે રાહુલ ગાંધી સંસદમાં ગેરહાજર હતા: સ્મૃતિ ઈરાની
- ભારતની જનતાએ 8 ડિસેમ્બરે ભારત બંધને નિષ્ફળ બનાવ્યું: સ્મૃતિ ઈરાની
નવી દિલ્હી: નવા કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા 14 દિવસથી ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દિલ્હી-હરિયાણીની સરહદ પર, સિંધુ અને ટીકરી સરહદે ખેડુતોનો જમાવડો સત જોવા મળી રહ્યો છે. 8 ડિસેમ્બરે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું હતું. જેને કેન્દ્ર સરકાર નિષ્ફળ ગણાવી રહી છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, વિરોધ પક્ષની વિચારધારાનો પરાજય થયો છે અને દેશની જનતા જીતી છે. સ્મૃતિ ઈરાની એ કહ્યું કે, વિપક્ષે ખેડૂતોમાં MSPને લઈને સૌથી મોટું જૂઠ્ઠાઉં ફેલાવ્યું હતું. પણ તેઓ પોતાના એજન્ડામાં સફળ થયા નહતા. તેમણે દાવો કર્યો કે, MSP ઓપરેશન અંતર્ગત પંજાબના 60 ટકા ખેડૂતોને ફાયદો થયો છે.
મોદી સરકારે MSPમાં કોઈ બદલાવ કર્યો નથી: સ્મૃતિ ઈરાની