રેલીમાં સ્ટેજની નીચે મોદીનું બાલ્ય રૂપ સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. PM મોદીની જેમ વેશભૂષામાં રંગાયેલા નાના બાળકે બધાને PMના રૂપમાં આકર્ષિત કર્યા હતા.
PM મોદીની રેલીમાં 'છોટે મોદી' બન્યા આકર્ષણનું કેન્દ્ર - bjp
નવી દિલ્હી: PM મોદીએ બુધવારે સાંજે 7:30 વાગ્યે દિલ્હીના રામલીલા મેદાનમાં કોઇપણ ઔપચારિકતા વગર ભાષણ કરવાની શરુઆત કરી હતી. તેમણે ભાષણની શરુઆત દિલ્હીની જનતાની માફી માંગતા કરી હતી. તેમણે કહ્યું કે, તોઓ જ્યારે દિલ્હીના રસ્તાઓથી નીકળે છે ત્યારે સુરક્ષાના કારણોથી બૈરીકેડ લાગી જાય છે., જેથી સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ETV ભારતે નાના બાળક મોદીજી સાથે વાતચીત કરી અને મોદીજીના રૂપ ધારણ કરવાનું કારણ જાણ્યું હતું. નાના મોદીનું નામ અત્રિ દવે છે, જે ગુજરાતનો રહેવાસી છે. અત્રિ દવેએ જણાવ્ચું કે, PM તેમને સારા લાગે છે અને ખાસ કરીને PMના ભાષણ તેને પ્રભાવિત કરે છે.
જણાવી દઈ કે, અત્રિ ફક્ત દેખાવમાં મોદી જેવા નથી, અત્રિ દવેને મોદીજીના ભાષણના ઘણા મહત્વપૂર્ણ વાતો મુખે છે. અત્રિએ ETV ભારતને મોદીજીની અદાઓમાં ભાષણ આપીને સંભળાવ્યું. અત્રિ દવેએ PM મોદીના અંદાજમાં કહ્યું કે, "મે દેશ નહી ઝૂંકને દૂગા, મે દેશ નહી મિટને દૂંગા".