ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિસ્કીટ કંપની Parle પર GSTનો માર, 10 હજાર લોકોની નોકરી પર ખતરો - રિટેલ સેક્ટર

નવી દિલ્હી: ભારતીય ઈકોનોમીમાં હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે ઓટો અને ટેક્સટાઈલ બાદ હવે રિટેલ સેક્ટરમાં પણ મંદીનો માર ઝેલવાનો વારો આવ્યો છે. જેને લઈ અનેક લોકોની નોકરી જવાની આશંકા વ્યક્ત કરાઈ છે. આ જ કારણે બિસ્કીટ કંપની પારલે-જીમાં પણ મંદીની ઝપટમાં આવી ગઈ છે. લગભગ 10 હજાર લોકોની નોકરી પર ખતરો મંડરાઈ રહ્યો છે.

ians

By

Published : Aug 21, 2019, 4:36 PM IST

Updated : Aug 21, 2019, 4:56 PM IST

એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યા મુજબ જોઈએ તો પારલે જીના પ્રોડક્ટ્સના ઉપયોગમાં મંદીના કારણે લગભગ 10 હજાર લોકોને સાઈડમાં કરી શકે છે. કંપનીના કેટેગરી હેડ મયંક શાહના જણાવ્યા અનુસાર GSTના કારણે આ મંદી આવી છે. મયંક શાહનું કહેવું છે કે, અમે સતત સરકારને કહેતા આવ્યા છીએ કે, બિસ્કીટ પર જીએસટી ઓછો કરવામાં આવે, જો સરકાર અમારી વાત નહીં માને અથવા તો કોઈ અન્ય વિકલ્પ નહીં બતાવે તો મજબૂરીમાં અમારે કંપનીમાંથી 8થી 10 હજાર લોકોને ઘરભેગા કરવા પડશે.

આપને જણાવી દઈએ કે, પારલે જી પ્રોડ્ક્ટની સેલ્સ 10 હજાર કરોડથી પણ વધારે છે. આ કંપનીના કુલ 10 પ્લાન્ટ છે. જેમાં લગભગ એક લાખ કર્મચારીઓ કામ કરે છે. કંપનીને અડધાથી ઉપરનો માર્કેટ ગ્રામિણ બજારોમાં છે.

Last Updated : Aug 21, 2019, 4:56 PM IST

ABOUT THE AUTHOR

...view details