તેઓએ કહ્યું કે, જાધવ પર પાકિસ્તાને કોઈપણ પ્રકારની પ્રક્રિયાનું પાલન કર્યું નથી. જાધવના મુક્ત થવા પર ભારતે કાનૂની કાર્યવાહી કરી છે.
પાકિસ્તાન કુલભૂષણ જાધવને મુક્ત કરે: વિદેશ પ્રધાન - Etv Bharat
નવી દિલ્હી: સંસદમાં મોનસૂન સત્ર શરૂ છે. જેમાં રાજ્યસભા અને લોકસભામાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે પાકિસ્તાન જેલમાં બંધ કુલભૂષણ જાધવની ફાંસીની સજાને સ્થગિત કરવા પર આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના નિર્ણય પર રાજ્યસભામાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે નિવેદન આપ્યું છે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું કે, અમે એકવાર ફરી પાકિસ્તાનને માગ કરીએ છીએ કે જાધવને મુક્ત કરવામાં આવે.
![પાકિસ્તાન કુલભૂષણ જાધવને મુક્ત કરે: વિદેશ પ્રધાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3872870-thumbnail-3x2-jadhav.jpg)
એસ. જયશંકર
તેઓએ સદનમાં જણાવ્યું કે, 15-1 ના મતથી ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) એ ભારતના આ દાવાને સમર્થન આપતા જણાવતા કહ્યું કે, પાકિસ્તાન ઘણા કિસ્સાઓમાં વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તેઓએ વધુમાં કહ્યું કે, કુલભૂષણ જાધવના પરિવારે કપરી પરિસ્થિતીમાં પણ સાહસ દેખાડ્યું છે. તેઓએ આગળ જણાવ્યું કે, સરકાર કુલભૂષણ જાધવની સુરક્ષા નિશ્વિત કરવાનો વિશ્વાસ દેખાડી રહી છે અને આગળ પણ પ્રયાસો ચાલુ જ રાખશે. આ સાથે જ જલ્દીથી જ જાધવની ઘરવાપસી થશે.