નવી દિલ્હીઃ ચીની સૈનિકો મોટી સંખ્યામાં પૂર્વ લદ્દાખના ક્ષેત્રોમાં પગપેસારો કરી રહ્યાં હોવાનું ચીન દાવો કરી રહ્યું છે. રક્ષાપ્રધાન રાજનાથસિંહે આ પરિસ્થિતી અંગે કહ્યું હતું કે, આ પ્રકારની ઘટનાને રોકવા માટે ભારતે તમામ આવશ્યક પગલાં લીધા છે.
પૂર્વી લદ્દાખમાં ચીની સૈનિકોની સંખ્યામાં થયો વધારોઃ રાજનાથસિંહ - રક્ષાપ્રધાન રાજનાથનિસંહ
રક્ષાપ્રધાન રાજનાથસિંહએ ભારત અને ચીનની સેના વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અંગે કહ્યું હતું કે, ચીન લદ્દાખમાં પોતાની સૈનિકોની સંખ્યા વધારીને તે વિસ્તાર પોતાનો હોવાનો દાવો કરી રહ્યું છે.
delhi
આ ઉપરાંત આ અંગે ભારત અને ચીનના વરિષ્ઠ સૈનિક અધિકારીઓ સાથે 6 જૂને બેઠક કરવાના છે. જેમાં તેઓ તમામ બાબતો વિશે ચર્ચા કરશે. સાથે જ તેમણે કહ્યું હતું કે, જરૂર પડે તો ભારત નિતીવિષક પગલા લેવામાં પણ પીછેહઠ નહીં કરે
પૂર્વી લદ્દાખના સંવેદનશીલ ક્ષેત્રોની વર્તમાન સ્થિતિ વિશે પૂછતા તેમણે કહ્યું હતું કે, ચીનના સૈનિકો મોટી સંખ્યામાં આ વિસ્તારોમાં પ્રવેશ કરી રહ્યાં છે. વળી, તે લોકો લદ્દાખનો વિસ્તાર તેમનો હોવાનો દાવો કરી રહ્યાં છે.