ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકિસ્તાનમાં જૈશ-એ-મહોમ્મદ વિરૂદ્ધ કાર્યવાહી, 6 આતંકવાદીઓની કરાઇ ધરપકડ . - Gujarati News

ન્યઝ ડેસ્ક: ભારત અને પાકિસ્તાન વચ્ચે આતંકવાદને લઇને સંબંધોમાં હંમેશા ખટાસ જોવા મળતી હોય છે, ત્યારે વિશ્વમાં આતંકવાદના પ્રશ્ન અંગે તમામ દેશ ચિંતિત છે. ત્યારે ભારત સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયના દબાણને કારણે પાકિસ્તાનમાં જૈશ-એ-મહોમ્મદના 6 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે

પાકિસ્તાનમાં જૈશ-એ-મહોમ્મદ વિરૂદ્ધ કાર્યવાહી, 6 આતંકવાદીઓની કરાઇ ધરપકડ .

By

Published : May 31, 2019, 2:43 AM IST

આ તમામ આરોપી આતંકવાદીઓને જૈશે માટે નાણા ભેગા કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનમાં ખૂંખાર આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદના 6 આંતકવાદીઓની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પાકિસ્તાન દ્વારા ધરપકડ કરવામાં આવેલા આતંકવાદીઓ સંગઠનને ચલાવવા માટે નાણાં ભેગા કરતા હતા.આંતકવાદીઓની ગતિવિધિઓ પર ઘનસંગ્રહ કરવાનો આરોપ વૈશ્વિક રીતે લગાવવમાં આવ્યો છે.

જ્યારે વિશ્વના તમામ દેશો પાકિસ્તાન પર આતંકી સંગઠન પર લગામ તથા સંગઠન પર કાર્યવાહી કરવાનું સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે સંગઠન પર વૈશ્વિક પ્રતિબંધ છે. ઉલ્લેખનિય છે કે, પુલવામા ખાતે થયેલા આતંકવાદી હુમલામાં જૈશ-એ-મહોમ્મદ દ્વારા કરવામાં આવ્યો હતો. આ હુમલામાં CRPFના 40થી વધુ જવાનો શહિદ થયા હતા. ત્યારબાદ ભારતીય વાયુ સેના દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મહોમ્મદના આતંકવાદીઓ જ્યાં રહેતા હતા, ત્યાં ઍર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. જેમાં અનેક આંતકવાદીઓ ખાતમો કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details