ઉત્તરપ્રદેશ: જિલ્લાના પાયગપુરના શિવદાહા મોડ પર ગંભીર માર્ગ અક્સમાત સર્જાયો હતો. આ અક્સમાતમાં 6 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે. ઘાયલોને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જાણકારી અનુસાર બહરાઈચ જિલ્લાના થાના પયાગપુર વિસ્તારની છે. જ્યાં યાત્રાળુઓથી ભરેલા વાહન સાથે ગંભીર અક્સ્માત સર્જાયો હતો. તેમજ 3 લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.
આ ગંભીર અક્સ્માત સર્જાતા હડકંપ મચ્યો છે. ઈમરજન્સી વિભાગના ડોક્ટર વિવેક ગુપ્તાએ જણાવ્યું કે, રાત્રિના 1:30 થી 2:00 કલાક વચ્ચે પયાગપુર રોડ પર ગંભીર અક્સમાત સર્જોયો હતો. હોસ્પિટલમાં અંદાજે 11 લોકોને સારવાર હેઠળ છે.