ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચેન્નઈ: ભારતીય કોસ્ટગાર્ડે શ્રીલંકાના 6 માછીમારોને બચાવ્યા

રવિવારે ભારતીય કોસ્ટગાર્ડે શ્રીલંકાના 6 માછીમારોને દરિયામાંથી સુરક્ષિત રીતે બચાવ્યા હતા. જે ખરાબ વાતાવરણના કારણે ગત 4 દિવસથી ચેન્નઈ પાસેના દરિયામાં ફસાયા હતા.

ETV BHARAT
ચેન્નઈ: ભારતીય કોસ્ટગાર્ડે શ્રીલંકાના 6 માછીમારોને બચાવ્યા

By

Published : Jul 6, 2020, 3:13 AM IST

ચેન્નઈઃ ભારતીય કોસ્ટગાર્ડે શ્રીલંકાના 6 માછીમારોને દરિયામાંથી સુરક્ષિત રીતે બચાવ્યા હતા. જે ખરાબ વાતાવરણના કારણે ગત 4 દિવસથી ચેન્નઈ પાસેના દરિયામાં ફસાયા હતા.

ભારતીય કોસ્ટ ગાર્ડના નેવિગેશન બચાવ સંકલન કેન્દ્ર ચેન્નઈએ રવિવારે ખરાબ હવામાન દરમિયાન સફળતાપૂર્વક વચાવ કામગીરીને અંજામ આપ્યો અને વેપારી વહાણ એમવી વાયએમ સુમિતની પડકારજનક બચાવ કામગીરી કરી હતી.

કોસ્ટગાર્ડ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ જહાજ વિશાખાપટ્ટનમ તરફ જઈ રહ્યું હતું, આ દરમિયાન ચેન્નઈથી 170 કિમી દૂર જોવા મળ્યું કે ફિશિંગ બોટ ડૂબી રહી છે અને તેના પર 6 લોકો સવાર છે.

આ વહાણે આ માહિતી એમ.આર.સી.સી મુંબઇને મોકલી હતી, જેમણે ચેન્નઈમાં તેની માહિતી આપી હતી.

એમ.આર.સી.સીએ વહાણ સાથે સંકલન કરીને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે. તમામ 6 લોકોની ઓળખ શ્રીલંકાના ત્રિકોમાલીના રહેવાસી તરીકે થઇ છે.

ABOUT THE AUTHOR

...view details