ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મણિપુર: કોંગ્રેસના છ ધારાસભ્યોએ આપ્યા રાજીનામા - મણિપુરમાં કોંગ્રેસના 6 ધારાસભ્યોનું રાજીનામું

પાર્ટી વ્હિપનું ઉલ્લંઘન કરીને વિધાનસભાના એક દિવસીય સત્રમાં ભાગ નહીં લેનારા 8 ધારાસભ્યોમાંથી 6એ સોમવારે મણિપુરમાં રાજીનામું આપ્યું છે.

મણિપુરમાં કોંગ્રેસના 6 ધારાસભ્યોએ આપ્યું રાજીનામું
મણિપુરમાં કોંગ્રેસના 6 ધારાસભ્યોએ આપ્યું રાજીનામું

By

Published : Aug 11, 2020, 5:36 PM IST

ઇમ્ફાલ: મણિપુરમાં કોંગ્રેસના 6 ધારાસભ્યોએ સ્પીકરને રાજીનામું આપ્યું છે. પાર્ટીના ધારાસભ્ય ઓ. હેનરી સિંહે મંગળવારે આ માહિતી આપી છે. આ તમામ ધારાસભ્યો કોંગ્રેસના છે. જેમણએ પાર્ટી વ્હિપનું ઉલ્લંઘન કરીને સોમવારે વિધાનસભાના એક દિવસીય સત્રમાં સામેલ થયા ન હતા. આ સત્રમાં ભાજપના એન.બીરેન સિંહે વિશ્વાસ મત મેળવ્યો હતો.

વાંગખાઇ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય હેનરી સિંઘ સિવાય રાજીનામું આપનારાઓમાં ઓઇનમ લુખોઇ (વાંગોઇ બેઠક), મોહમ્મદ અબ્દુલ નાસીર (લીલોંગ બેઠક), પોનમ બ્રોજન (વાંગજિંગ તેંઠા બેઠક), નગમથાંગ હોકીપ (સૈતૂ બેઠક) અને ગિનસુઆનહુ (સિંઘાટ બેઠક) છે.

ઓ. ઇબોબી સિંહના નેતૃત્વમાં વિશ્વાસનો અભાવ દર્શાવતા, આ ધારાસભ્યોએ જણાવ્યું હતું કે, તેમના કારણે કોંગ્રેસ રાજ્યમાં એકમાત્ર સૌથી મોટી પાર્ટી હોવા છતાં પણ રાજ્યમાં સરકાર બનાવવામાં નિષ્ફળ ગઈ હતી.

હેનરી સિંહે કહ્યું કે, વિધાનસભા સત્ર બાદ સ્પીકર યુમનમ ખેમચંદસિંહે સોમવારે રાત્રે તેમને બોલાવ્યા અને તેમના રાજીનામા પત્રની તપાસ કરી હતી. તેમણે કહ્યું કે, અધ્યક્ષે હજી સુધી તેમનું રાજીનામું સ્વીકાર્યું નથી. હેનરી સિંહે કહ્યું કે તેઓ સાંજે પાર્ટીના સભ્યપદથી રાજીનામું આપી દેશે.

ABOUT THE AUTHOR

...view details