મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનો ફોટો વૉટ્સેપ પર શેર કરવામાં આવ્યો હતો. જેથી રોષે ભરાયેલા શિવસેનાના કથિત કાર્યકરોએ શુક્રવારના રોજ 62 વર્ષિય નિવૃત્ત નૌસેનાના નિવૃત અધિકારી મદન શર્મા પર હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે. એક પોલીસ અઘિકારીના જણાવ્યા અનુસાર આ ઘટના શુક્રવારના રોજ મુંબઈના કાંદિવલીના લોખંડવાલા સંકુલ વિસ્તારમાં બની હતી.
મુંબઇઃ પૂર્વ નૌસેના અધિકારી પર હુમલાની ઘટનામાં 6ની ધરપકડ - Madan Sharma
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનો ફોટો એક વૉટ્સએપ ગૃપ પર શેર કરતા રોષે ભરાયેલા શિવસેનાના કાર્યકરોએ શુક્રવારના રોજ મુબંઇના કાંદિવલી વિસ્તારમાં પૂર્વ નૌકા અધિકારી પર હુમલો કર્યો હતો. આ કેસમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનો ફોટો શેર કરતા નૌકા અધિકારી પર હુમલો
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, નૌસેનાના નિવૃત અધિકારી મદન શર્માએ વૉટ્સેપ પર એક ગૃપમાં ઉદ્ધવ ઠાકરેનો ફોટો શેર કર્યો હતો. જેથી શિવસેનાના કેટલાક કાર્યકરો દ્વારા મદન શર્મા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેમની આખમાં ઇજા થઇ હતી. જેથી તેમને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં ભારતીય દંડ સંહિતાની કલમ 325 અને મારપીટના ગુના સંબંધિ 6 લોકો સામે કેસ નોંધાવવામાં આવ્યો છે.