ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રોકાણ માટે વિશ્વમાં ભારત કરતા વધુ સારું સ્થાન મળશે નહીં: સીતારમન - કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમન ન્યુઝ

નવી દિલ્હી: કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમને કહ્યું કે, રોકાણકારોને સમગ્ર વિશ્વમાં ભારત કરતા વધુ સારુ સ્થાન બીજે ક્યાંય પણ નહી મળે, જ્યાં લોકશાહીમાં વિશ્વાસની સાથે મૂડીવાદનું સન્માન કરવામાં આવે છે.

nirmla

By

Published : Oct 17, 2019, 12:21 PM IST

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઈએમએફ) ના મુખ્યાલય ખાતે એક સત્રમાં સીતારામને વિશ્વભરના રોકાણકારોને ખાતરી આપતા કહ્યું હતું કે, સરકાર નવા સુધારા લાવવા માટે સતત કામ કરી રહી છે.

તેમણે બુધવારે જણાવ્યું હતું કે, "ભારતમાં આજે પણ સૌથી ઝડપથી વિકસિત થતું અર્થતંત્ર છે. તેની પાસે ઉત્તમ કુશળતા અને એવી સરકાર છે જે સતત જરુરી સુધારા કરે છે અને તેના પર સતત કામ પણ કરે છે."

ભારતીય અર્થવ્યવસ્થાની સુસ્તી અંગે તેમણે કહ્યું કે સરકાર નાણાકીય ખાધને વધવા ન દેવા માટે પ્રતિબદ્ધ છે અને સરકાર 'સંકટગ્રસ્ત' વિસ્તારોની સમસ્યા હલ કરવા પગલા લઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details