આપને જણાવી દઈએ કે, 1984ના રમખાણોમાં અનેક મોટા નામ છુપાવાની કોશિશ થતી રહી છે. આ કેસમાં અગાઉ સજ્જન કુમારને જેલ થઈ ચૂકી છે. આ બાબતને લઈ મનજિંદર સિંહ સિરસાએ આજે એક પ્રેસ કોંન્ફરંસને પણ સંબોધી હતી.
1984 શિખ રમખાણ કેસ: કમલનાથ વિરુદ્ધ SIT ફરી તપાસ કરે તેવી સંભાવના - sit investigation in mp
નવી દિલ્હી: 1984 શિખ રમખાણોમાં એસઆઈટી મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ વિરુદ્ધ ફરી વખત આ કેસની તપસા શરૂ કરી શકે છે. હવે તેની આગળની તપાસ થઈ શકે છે. આ વિગતોની વાત કરીએ તો આ તપાસ માટે પુરાવાને ભેગા કરવા માટે અખબારોમાં જાહેરાત પણ આપવામાં આવી રહી છે.
file
સિરસાએ જણાવ્યું હતું કે, શિખ વિરુદ્ધ થયેલા રમખાણોના કેસમાં કેસ નંબર 601/84ને ફરી વખત ખોલવામાં આવી રહ્યો છે. 601/84 કેસ બંધ કરી દીધો હતો. હવે અમારી વાતને સાંભળી ગૃહ મંત્રાલયે તેની માની છે. અને આ કેસને ફરી વાર તપાસ કરવાની પરવાનગી આપી દીધી છે. શિખ રમખાણોમાં કમલનાથ વિરુદ્ધ અમે ઘણી લાંબી લડાઈ લડી છે.અમારી માગ છે કે, કમલનાથને તેમના પદ પરથી હટાવવામાં આવે.