ગુજરાત

gujarat

By

Published : Nov 2, 2020, 3:09 PM IST

ETV Bharat / bharat

હાથરસ સામૂહિક દુષ્કર્મ કેસઃ SITએ યુપી સરકારને રિપોર્ટ સોંપ્યો, જિલ્લા અધિકારી સામે કાર્યવાહીની સંભાવના

હાથરસની ઘટનાનો મામલો સતત માધ્યમોમાં ચમકી રહ્યો છે. આજે આ મામલે હાઇકોર્ટમાં લખનઉ બેન્ચ સુનાવણી કરી રહી છે. આ મામલે રચાયેલી એસઆઈટીએ યુપી સરકારને પોતાનો અહેવાલ સોપીં દીધો છે. જે સરકાર વતી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવશે. 14 સપ્ટેમ્બરે, હાથરસના ચંદપા ગામે એક સગીર કિશોરી સાથે ચાર યુવકોએ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું, ત્યારબાદ આ ઘટનાને લઇને યોગી સરકારે તપાસ માટે એસઆઈટીની રચના કરી હતી. હાલમાં એસઆઈટીના રિપોર્ટમાં શું છે તે તો કોર્ટમાં સુનાવણી બાદ જ જાણી શકાશે.

હાથરસ કેસની તપાસ કરી એસઆઈટીએ યુપી સરકારને રીપોર્ટ સોંપ્યો, જિલ્લા અધિકારી સામે કાર્યવાહીની સંભાવના
હાથરસ કેસની તપાસ કરી એસઆઈટીએ યુપી સરકારને રીપોર્ટ સોંપ્યો, જિલ્લા અધિકારી સામે કાર્યવાહીની સંભાવના

  • હાથરસ કેસમાં એસઆઈટીએ સોંપ્યો રિપોર્ટ
  • ચંદપામાં કિશોરી સાથે થયેલાં સામુહિક દુષ્કર્મ ઘટનાની તપાસ
  • હાથરસના જિલ્લા અધિકારી સામે તપાસની સંભાવના

લખનઉઃ આ ગેંગરેપની ઘટનાને લઇને 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 29 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં સારવાર દરમિયાન કિશોરીનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ પ્રશાસને પણ ઉતાવળમાં મધ્યરાત્રિએ અંતિમ સંસ્કાર કર્યા હતાં. આ કારણે સ્થાનિક વહીવટીતંત્રની આ કાર્યવાહી અંગે પણ મોટા સવાલો ઉભા થયાં હતાં. આ મુદ્દે વિરોધીઓએ સરકારને ઘેરવામાં કોઈ કસર છોડી નહોતી. તે જ સમયે, યુપી સરકારે આ મામલે એસઆઈટીની રચના કરી હતી. ગૃહ સચિવ ભગવાન સ્વરૂપની આગેવાની હેઠળ હાથરસ ઘટના પર એસઆઈટીની રચના કરવામાં આવી હતી, જેમાં દરેક પાસાંની તપાસ થવાની હતી. આ તપાસ રિપોર્ટ આજે એસઆઈટીએ ઉત્તર પ્રદેશ સરકારને સોંપ્યો છે અને આ રિપોર્ટ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવશે.

  • એસઆઈટી રિપોર્ટને લઇને હાથરસના ડીએમ સામે કાર્યવાહીની લટકતી તલવાર

    ગૃહ સચિવ ભગવાન સ્વરૂપની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરવામાં આવી હતી. આ જ એસઆઈટી દ્વારા હાથરસ ઘટનાના દરેક પાસાની તપાસ કરીનેે 7 દિવસની અંદર સરકારને પોતાનો અહેવાલ સુપરત કરવાના હતો. જોકે પછી આ સમય વધારવામાં આવ્યો હતો. બીજી તરફ, એસઆઈટીએ તપાસ પૂર્ણ કરીને આજે રિપોર્ટ રજૂ કર્યો છે ત્યારે આ અહેવાલના આધારે, આ મામલાના ઘણાં પાસાંઓ પણ જોડાયેલાં છે તેમાં હાથરસના જિલ્લા અધિકારી વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details