ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હાથરસ દુષ્કર્મ કેસની તપાસ માટે SITની ટીમ અલીગઢની જેએન મેડિકલ કોલેજ પહોંચી - hathras gang rape case

હાથરસ દુષ્કર્મ પીડિતાના મોતની તપાસ માટે અલીગઢની જેએન મેડિકલ કોલેજમાં એસઆઈટીની ટીમ પહોંચી છે. જેએન મેડિકલના ઓફ્થેમોલોજી, ફોરન્સિક મેડિસન અને ન્યૂરોસર્જન વિભાગના ડોકટરોની એસઆઈટી પુછપરછ કરી રહી છે.

jn medical college
અલીગઢની જેએન મેડિકલ કોલેજ

By

Published : Oct 5, 2020, 8:48 AM IST

ઉત્તરપ્રદેશ/અલીગઢ : હાથરસ દુષ્કર્મ પીડિતાના મોતની તપાસ માટે અલીગઢની જેએન મેડિકલ કોલેજમાં એસઆઈટીની ટીમ પહોંચી છે. મુખ્યપ્રધાને હાથરસ દુષ્કર્મ પીડિતાના કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરી છે. હાથરસથી ટીમ અલીગઢ પહોંચી અને સમગ્ર કેસની તપાસ શરુ કરી હતી. આ દરમિયાન પીડિતાની સારવાર કરનાર ડોક્ટોરોને એસઆઈટીની સામે મેડિકલ રિપોર્ટ વિશે જણાવ્યું હતુ. જેએન મેડિકલના ઓફ્થેમોલોજી, ફોરન્સિક મેડિસન અને ન્યૂરોસર્જન વિભાગના ડોકટરોની એસઆઈટી પુછપરછ કરી રહી છે. જેએન મેડિકલ કૉલેજથી હાથરસ દુષ્કર્મ પીડિતાને દિલ્હીની સફરદગંજ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેમનું મોત થયું હતુ.

જે એન મેડિકલ કૉલેજના રેસિડેન્ટ ડૉક્ટર એસોશિએશનના અધ્યક્ષ ડૉ. હમજા મલિકે જણાવ્યું કે, પીડિતાને સારવાર માટે જે ડોક્ટરનો સંપર્કમાં હતા, એસઆઈટી તમેની પુછપરછ કરી રહી છે. તેમણે જણાવ્યું કે, દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેમને જેએન મેડિકલ કોલેજથી હાયર હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

હાથરસ દુષ્કર્મ કેસની તપાસ માટે SITની ટીમ અલીગઢની જેએન મેડિકલ કોલેજ પહોંચી

14 સપ્ટેમ્બરના રોજ હાથરસ દુષ્કર્મ પીડિતાને મેડિકલ કોલેજમાં સારવાર માટે લાવવામાં આવી હતી. મેડિકલ હિસ્ટ્રીના આધાર પર પીડિતાની સારવાર કરવામાં આવી હતી. 22 સપ્ટેમ્બરના ન્યૂરો સર્જરી વિભાગના ડોકટરોએ જણાવ્યું કે, પીડિતાની હાલત ગંભીર થઈ છે. 22 સપ્ટેમ્બર સુધી પીડિતાએ સામૂહિક દુષ્કર્મની વાત જણાવી હતી. સારવારમાં સામેલ મેડિકલ કોલેજના અલગ-અલગ વિભાગની ટીમ તેમનો તપાસ રિપોર્ટ કોર્ટમાં રજુ કરશે.

જેએન મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર્સ એસોશિએસનના અધ્યક્ષ ડો હમજા મલિકે કહ્યું કે,મેડિકલ કોલેજના રિપોર્ટમાં એવું કેહવામાં આવ્યું નથી કે, પીડિતા પર દુષ્કર્મ થયું નથી.


ઉત્તરપ્રદેશના ચંદપા પોલિસ વિસ્તારમાં રહેનારી યુવતી સાથે 14 સપ્ટેમ્બરે સામૂહિક દુષ્કર્મ થયું હતું. જે બાદ યુવતી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સામૂહિક દુષ્કર્મની પીડિતાનું દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં નિધન થયું હતું. યુવતી સાથે તેના જ ગામના રેહવાસી 4 યુવકો દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details