ગુજરાત

gujarat

ઉત્તરપ્રદેશ સરકારે તપાસ માટે SITને વધુ 10 દિવસ આપ્યા

By

Published : Oct 7, 2020, 10:06 AM IST

હાથરસ દુષ્કર્મ કેસની તપાસ માટે SITએ તેમની તપાસ પુર્ણ કરી છે. ત્યારે હાથરસ દુષ્કર્મની તપાસ માટે SITને યુપી સરકારે વધુ 10 દિવસનો સમય આપ્યો છે. SIT આજે તેમનો રિપોર્ટ યોગી આદિત્યનાથને સોંપવાનો હતો. પ્રદેશ સરકારે ગૃહ સચિવ ભગવાન સ્વરુપની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની કમિટી બનાવી હતી. જેને 7 દિવસમાં રિપોર્ટ રજુ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

sit
ઉત્તરપ્રદેશ

લખનઉ : હાથરસ સામૂહિક દુષ્કર્મ મામલે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ રચિત SITએ તેની તપાસ પૂર્ણ કરી દીધી છે. ત્યારે SITને તપાસ માટે વધુ 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે.મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે SITને 7 દિવસમાં રિપોર્ટ રજુ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આજે તે સમય પૂર્ણ થયો હતો. મુખ્ય સચિવ ગૃહ અવનીશ અવસ્થીએ સમગ્ર જાણકારી આપી છે.

જાણકારી અનુસાર SITએ કેસ સાથે જોડાયેલા અધિકારી અને 100 અન્ય લોકોના નિવેદન લીધા છે.

હાથરસ કેસમાં SITના રિપોર્ટમાં મોટો ખુલાસો થઈ શકે છે. પહેલાથી જ ઉત્તરપ્રદેશ પોલીસના એડીજી કાયદા વ્યવસ્થા હાથરસ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફૉરેન્સિક રિપોર્ટમાં દુષ્કર્મની વાતને નકારી ચૂક્યા છે. જો SIT તેમના રિપોર્ટમાં પણ દુષ્કર્મન થયું હોવાનો રિપોર્ટમાં ખુલાસો કરે છે. તો હાથરસ મામલે એડીજી કાયદા વ્યવસ્થાની દલીલને બળ મળશે. જો SIT તેમના રિપોર્ટમાં દુષ્કર્મની વાત માને છે. તો પોલીસની તપાસ દુષ્કર્મને લઈ આગળ વધશે. મુખ્યપ્રધાને SITના પ્રારંભિક રિપોર્ટના આધાર પર હાથરસના પૂર્વ એસપી વિક્રાંત વીર સહિત 5 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા.

  • 4 સપ્ટેમ્બરના રોજ પીડિતા સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ
  • 19 સપ્ટેમ્બર પોલીસે ફરિયાદ નોંધી
  • 22 તારીખે પીડિતાના નિવેદનના આધારે ફરિયાદમાં દુષ્કર્મની કલમ લગાવવામાં આવી
  • 29 સપ્ટેમ્બરના પીડિતાનું દિલ્હીમાં સારવાર દરમિયાન મોત થયું

30 સપ્ટેમ્બરના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે હાથરસની તપાસ માટે ગૃહ સચિવ ભગવાન સ્વરુપની અધ્યક્ષતામાં SITની રચના કરાઈ હતી. ડીઆઈજી ચંદ્ર પ્રકાશ અને આઈપીએસ પૂનમને તેમના સભ્યો બનાવવામાં આવ્યા હતા. ભગવાન સ્વરુપની અધ્યક્ષતાવાળી SITએ હાથરસ મામલે તેમની સંપુર્ણ તપાસ પૂરી કરી છે.ત્યારે વધુ તપાસ માટે SITને યૂપી સરકારે વધુ 10 દિવસનો સમય આપ્યો છે.

ABOUT THE AUTHOR

...view details