નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના હાથરસમાં સામુહિક દુષ્કર્મની પીડિતાનું દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં નિધન થયું હતું. યુવતી સાથે 14 સપ્ટેમ્બરે સામુહિક દુષ્કર્મ થયું હતું. જે બાદ યુવતી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. યુવતી સાથે તેના જ ગામના રેહવાસી 4 યુવકો દ્વારા સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
હાથરસ સામુહિક દુષ્કર્મ: તપાસ માટે CM યોગીએ બનાવી SIT - SITમાં મહિલા અધિકારી
હાથરસ સામુહિક દુષ્કર્મ કેસ મામલે CM યોગી આદિત્યનાથે SITની રચના કરી છે. ગૃહ સચિવ ભગવાન સ્વરુપની અધ્યક્ષતામાં 3 સભ્યોની SITની રચના કરવામાં આવી છે. SIT તેમનો રિપોર્ટ 7 દિવસમાં રજૂ કરશે.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે હાથરસ સામુહિક દુષ્કર્મ કેસમાં SITની રચના કરી છે. ગૃહ સચિવ ભગવાન સ્વરૂપની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની SITની રચના કરવામાં આવી છે. SITમાં મહિલા અધિકારી પણ સામેલ છે. ગૃહ સચિવ ભગવાન સ્વરૂપ, ડીઆઈજી ચંદ્ર પ્રકાશ અને સેનાનાયક પીએસી આગરા પૂનમ SITના સભ્ય રહેશે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સમગ્ર કેસને ફાસ્ટ ટ્રૈક કોર્ટમાં લાવવાનો આદેશ આપ્યો છે. આ સમગ્ર કેસના આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
આપને જણાવી દઈએ કે, SIT તેમનો રિપોર્ટ 7 દિવસમાં રજૂ કરશે.