નવી દિલ્હી: દિલ્હી પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ દિલ્હી હિંસાને લઇને કાઉન્સિલર તાહિર હુસૈનના 3 નજીકના લોકોની ધરપકડ કરી છે. મળતી વિગતો પ્રમાણે, SITએ ઈરશાદ, શાદાબ અને આબિદની ધરપકડ કરી છે. આ ત્રણેય લોકો દિલ્હી હિંસા દરમિયાન તાહિર હુસૈનના ઘરે હાજર હતાં.
દિલ્હી હિંસા: SITએ તાહિર હુસૈનના ત્રણ સાથીની કરી ધરપકડ - સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ
દિલ્હી પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ દિલ્હી હિંસાને લઇને કાઉન્સિલર તાહિર હુસૈનના 3 નજીકના લોકોની ધરપકડ કરી છે.
દિલ્હી હિંસા
આ અગાઉ EDએ કાઉન્સિલર તાહિર હુસૈનની વિરુદ્ધ મની લોન્ડ્રિંગ કેસમાં કેસ દાખલ કર્યો હતો. દિલ્હી હિંસા દરમિયાન તાહિર હુસૈન પર IB ઓફિસર અંકિત શર્માની હત્યાનો આરોપ છે.
આ સિવાય EDએ દિલ્હી કનેક્શન મામલે પોપ્યુલર ફંડ ઓફ ઈન્ડિયા (PFI)ની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.