ઉત્તર પ્રદેશઃ રાજ્યના ઈટાવાના સતી મહોલ્લામાં મંગળવારની મોડી રાત્રે એક બહેને પોતાના ભાઈની હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ભાઈને જિલ્લા હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. બાદમાં તપાસ હાથ ધરી હતી જેમાં આોરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો હતો.
ઈટાવામાં લોહીના સંબંધ લજવાયા, બહેને જ કરી ભાઈ હત્યા - ઉત્તર પ્રદેશ ન્યૂઝ
ઈટાવામાં સંબંધોને શર્માસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં બહેને જ પોતાની સગા ભાઈની કોઇ કારણસર હત્યા કરી હતી. બાદ તેને જ પોલીસને ઘટનાની જાણ કરીને પોતાનો ગુનો કબૂલ્યો હતો. હાલ, પોલીસે આ ઘટનામાં આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યાવાહી હાથ ધરી છે.
આ ઘટનાની જાણ મૃતકના માતા-પિતાની કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી પ્રમાણે, મૃતકના માતા-પિતા બહાર ગયા હતા. ઘરમાં તેની બહેન અને દાદા જ હતા. સાંજે લગભગ 8 કલાકે યુવકે પોતાની મા સાથે વાત કરી હતી. ત્યારબાદ બહેને યુવક પર જીવલેણ હુમલો કર્યો અને તે કોતવાલી જતી રહી હતી. જ્યાં તેણે પોલીસને આ વાતની જાણ કરીને પોતાની મા સાથે વાત કરી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચીને લોહીલુહાણ યુવકને હોસ્પિટલ ખેસડ્યો હતો. ત્યારબાદ કેસની તપાસ કરીને આરોપી વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો હતો.