ખંડેલા: સીકર જિલ્લાના ખંડેલા પોલીસ સ્ટેશન વિસ્તારના દુલ્હેપુરા ગામમાં પરસ્પર અણબનાવને લઇને ભાઇ ભાભીએ મળીને યુવકની હત્યા કરી નાખી હતી. આ યુવાન રાત્રે સૂતો હતો, ત્યારે આ ઘટના બની હતી. જેમાં યુવકના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મૃતકના પિતાએ પોલીસને કહ્યું કે, તેમને ચાર પુત્ર છે. તેમજ ઘરમાં કોઇને મોબાઈલ આપવાને લઈને વિવાદ થયો હતો.
રાજસ્થાનના સીકરમાં ભાભીએ કરી દિયરની હત્યા - kill
સીકરના ખંડાલામાં રાત્રે સૂતેલા દિયરને ભાભીએ તેના પતિ અને દિયર-દેરાણીએ સાથે મળીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં યુવકનું મોત થયું હતું.
સીકરમાં ભાભીએ કરી દિયરની હત્યા
મળતી માહિતી મુજબ મૃતક દિનેશની તેની ભાભી સાથે મોબાઇલને લઇને 2 દિવસ પૂર્વ જ લડાઇ થઇ હતી. ત્યારબાદ ભાભીએ દિનેશને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે પછી શુક્રવારે રાત્રે દિનેશ સૂતો હતો ત્યારે તેના પતિ અને દિયર-દેરાણી સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.