હ્યૂસ્ટનના NRG સ્ટેડિયમમાં આયોજિત હાઉડી મોદી કાર્યક્રમમાં PM મોદી સાથે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ શામેલ થયા હતા. ટ્રમ્પ અને મોદી પસાર થઈ રહ્યાં હતા દરમિયાન એક બાળકે તેમને ઉભા રાખ્યા હતા અને મોબાઈલ દ્વારા સેલ્ફી માટે આગ્રહ કર્યો. જેથી બંને દિગ્ગજો એકબીજાના ખભે હાથ મૂકી સેલ્ફીના અંદાજમાં આવી ગયા હતા. જ્યાં બાળકે સેલ્ફી લીધી હતી. બાદમાંઆ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. તેને ટ્વીટર સહિતના માધ્યમોમાં હજ્જારો શેયર મળી રહી છે.
મોદી-ટ્રમ્પ સાથે સેલ્ફી લેનાર કોણ છે 13 વર્ષનો આ ટેણિયો? રહસ્ય પરથી ઉઠ્યો પડદો... - Etv Bharat
હ્યુસ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 13 વર્ષિય સાત્વિક હેગડેએ સાથે સેલ્ફી ક્લિક કરી હતી. હાઉડી મોદી કાર્યક્રમમાં આવેલા આ બાળકે ટ્રમ્પને રોકીને તેમની સાથે સેલ્ફી લેતા રાતોરાત સોશિયલ મીડિયાનો સ્ટાર બની ગયો છે. તેનો વીડિયો ગણતરીના સમયમાં જ હજ્જારો લોકોએ શેયર કર્યો હતો.
Etv Bharat
કોણ છે સાત્વિક હેગડે ?
સાત્વિક હેગડે મૂળ તો કર્ણાટકનો છે. તે હાઉડી મોદી કાર્યક્રમમાં યોગ પ્રદર્શનમાં પહોંચ્યો હતો. આ કાર્યક્રમમાં 50000 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. યોગા કાર્યક્રમ સમાપ્ત થયા બાદ સાત્વિક લાઇનમાં ઉભો હતો અને ત્યારે તેમણે ટ્રમ્પ અને મોદી સાથે સેલ્ફી લેવાની તક મળી હતી.