સિરોહી જિલ્લાની ભીમાણા રાષ્ટ્રીય રાજમાર્ગ પર મંગળવારના રોજ એક ભીષણ માર્ગ અકસ્માત થયો હતો. જ્યા અચાનક એક સ્પીડમાં આવતી કાર બે ટ્રકની પાછળ ઘુસી ગઇ હતી. આ અકસ્માતમાં 3 બાળકો સહિત કુલ 5 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. જેમાથી 2ના ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયા હતા. જ્યારે અકસ્માતમાં ઘાયલ એક બાળક સહિત અન્ય 2ના સારવાર દરમિયાન મોત થયા હતા.
સિરોહીમાં ગુજરાતી પરિવારને નડ્યો અકસ્માત, 3 બાળકો સહિત 5 ના મોત - સિરોહીમાં ગમખ્વાર અકસ્માત
સિરોહી:મંગળવારના રોજ એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકની પાછળ એક કાર ધુસી ગઇ હતી. આ અકસ્માંતમાં 3 બાળકો સહિત 5 લોકોના મૃત્યું નીપજ્યા હતા. સુત્રોની જાણકારી અનુસાર કારમાં સવાર લોકો ગુજરાતથી સિરોહી તરફ જઇ રહ્યા હતા. આ અકસ્માતની જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી.
જણાવી દઇએ કે કારમાં બેઠેલા તમામ લોકો ગુજરાતના હતા, જે સિરોહી તરફ જઇ રહ્યા હતા ત્યારે એ જ સમયે ડ્રાઈવરને અચાનક નીંદર આવી ગઈ હતી. જેના કારણે કાર બેકાબૂ થતા ઉભા બે મોટા ટ્રક સાથે ટકરાઈ હતી.
આ અકસ્માતમાં 2 યુવકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા. તો ઘણા લોકો કારની અંદર ખરાબ રીતે ફસાઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતા રોહિડા પોલીસ અને હાઇવે પેટ્રોલિંગની ગાડી સ્થળ પર પહોંચ્યા હતા અને તમામ ધાયલ લોકોને ગાડીમાંથી બહાર કાઠવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં 10 થી વધુ લોકો ઘાયલ થયા છે. જેની સારવાર આબૂરોડના ટ્રોમા સેન્ટરમાં ચાલી રહી છે.