છેલ્લા કેટલાક સમયથી કોવિડ-19એ સમગ્ર વિશ્વને પોતાની ઝપેટમાં લઇ લીધું છે. સરકાર લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની વિનંતી કરી રહી છે. કમ્પ્યુટર સાઇન્સની વિદ્યાર્થિનીઓ સ્નેહા અને શ્વેતાએ પણ આ વિશે વિચાર્યું. સ્નેહા અને શ્વેતા, બંને બહેનો છે. લોકડાઉનને પગલે તેમને ઘરની અંદર રહેવાની ફરજ પડી, તેને પગલે તેમને નવા વિચારો રજૂ કરવાનો સમય મળ્યો હતો. પ્રારંભમાં નિષ્ફળતા મળ્યા છતાં, તેમણે તેમના પ્રયોગોમાં સફળતા મેળવી. સ્નેહાએ 3 વોલ્ટની બેટરી, બઝર, સ્વિચ અને બોલ્ટ સેન્સરની મદદથી રિસ્ટ વોચ (કાંડા ઘડિયાળ) બનાવી. જો કોઇ વ્યક્તિ વધુ પડતા નજીક આવીને અથવા તો હાથ મીલાવવાનો પ્રયત્ન કરીને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરે, તો આ ઘડિયાળ તેને પહેરનારી વ્યક્તિને સિગ્નલ આપે છે.
સિરિસિલાની બહેનોએ કોરોનાને હંફાવવા કરી અવનવી શોધ - ઓટોમેટિક સેનિટાઇઝર
“હેલો! આ ગેટમાં પ્રવેશ કરતાં પહેલાં તમારા હાથ સેનિટાઇઝરથી ડિસઇન્ફેક્ટ કરી લેશો, પ્લીઝ!” તમે જેવા સેનિટાઇઝરની નજીક જાઓ, તે સાથે જ એક સિક્કાની સાઇઝ જેટલું સેનિટાઇઝર ઓટોમેટિક તમારી હથેળી પર પડે છે. તમારો અચંબો હજી શમ્યો નથી અને તમે ગેટમાં પ્રવેશ કરો છો અને ત્યાં રહેલા લોકો સાથે હાથ મીલાવવાનો પ્રયત્ન કરો છો. ત્યાં અચાનક જ, તમને બીજો એક અવાજ સંભળાય છે, “રિસ્ટ વોચને સ્પર્શ કરશો નહીં.” તમે તેમનું અભિવાદન કરવા માટે સ્હેજ આગળ વધો છો અને તમને ચેતવણી મળે છે, “દૂર ખસો!” ત્યાં સુધીમાં તમે સમજી જ ગયા હશો કે, આ બધાં કોરોના પ્રતિરોધક ઉપકરણો છે. આ નવતર શોધ સિરિસિલાની બુધાવરાપુ સ્નેહા અને શ્વેતા દ્વારા કરવામાં આવી છે.
![સિરિસિલાની બહેનોએ કોરોનાને હંફાવવા કરી અવનવી શોધ corona india](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7006892-thumbnail-3x2-coronavirus.jpg)
સ્નેહાએ આઇઆર સેન્સર, રિલે, સ્પિકર, સ્વિચ અને ઇનકોર ડિવાઇસનો ઉપયોગ કરીને એક આઇડી કાર્ડ પણ બનાવ્યું છે. જો કોઇ વ્યક્તિ એક મીટર કરતાં વધુ નજીક આવે, તો એક ઘોંઘાટિયું અલાર્મ મોટા અવાજ સાથે આઇડી કાર્ડ યુઝરને એલર્ટ કરશે. તે જ પ્રમાણે, શ્વેતાએ પણ બે શોધ કરી છે. શ્વેતાએ કોવિડ-19 ઓટોમેટિક સેનિટાઇઝર તથા ગેટ ઇન્ડિકેટર તૈયાર કર્યું છે, જેની કિંમત રૂ. 1,200 છે. જો કોઇ વ્યક્તિ ગેટની નજીક આવે, તો ગેટ ઇન્ડિકેટરમાં રહેલું સેન્સર સિગ્નલ આપે છે. તે જ પ્રમાણે, સેનિટાઇઝર લોકોને ગેટમાં પ્રવેશતાં પહેલાં તેમના હાથ ડિસઇન્ફેક્ટ કરવાની યાદ દેવડાવે છે. આ એક ઓટોમેટિક ઉપકરણ હોવાથી વ્યક્તિએ સેનિટાઇઝર નિકાળવા માટે તેનું નોઝલ દબાવવાની જરૂર પડતી નથી. કોરોનાવાઇરસનો વ્યાપ અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને વ્યક્તિગત સ્વચ્છતાનું પાલન કરવું જરૂરી છે. સ્નેહા અને શ્વેતાની આ શોધની સૌ પ્રશંસા કરી રહ્યાં છે. સ્નેહા અને શ્વેતાએ જણાવ્યું હતું કે, તેમના પિતા મલ્લેસામે તેમને તેમના આ તમામ પ્રયાસો માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. બંને બહેનો ભવિષ્યમાં આ પ્રકારની ઘણી શોધો કરવાનું ધ્યેય ધરાવે છે.