ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સકંટની ઘડીમા લોકોને અને પોલીસને મદદ કરતાં બલબીર સિંહની આ સિંગરે કરી પ્રશંસા - Balweer singh

નવી દિલ્હીના દ્વારકામાં રહેતા બલબીરસિંઘ કોરોના વાઈરસ દરમિયાન લોકોને મદદ કરી રહ્યા છે અને દ્વારકા પોલીસને પણ મદદ કરે છે. તેમની આ મદદ માટે પ્રખ્યાત પોપ સિંગર દિલર મહેંદીએ તેમની પ્રશંસા કરી છે.

બલબીર સિંહની આ સિંગરે કરી પ્રશંસા
બલબીર સિંહની આ સિંગરે કરી પ્રશંસા

By

Published : May 28, 2020, 5:52 PM IST

નવી દિલ્હીઃ નવી દિલ્હીના દ્વારકામાં રહેતા બલબીરસિંઘ કોરોના વાઈરસ દરમિયાન લોકોને મદદ કરી રહ્યા છે અને દ્વારકા પોલીસને પણ મદદ કરે છે. તેમની આ મદદ માટે પ્રખ્યાત પોપ સિંગર દિલર મહેંદીએ તેમની પ્રશંસા કરી છે. તેમના ઉત્કટ અને તેમના પ્રશંસનીય કાર્યને જોતા દ્વારકાના ડીસીપી એન્ટો એલ્ફોન્સએ તેમને પ્રશંસા પત્ર આપીને તેમનું સન્માન કર્યું હતું. આટલું જ નહીં પ્રખ્યાત પોપ સિંગર દિલર મહેંદીએ પણ તેના કામ બદલ તેમની પ્રશંસા કરી છે.

પોલસે પત્ર લખી માન્યો આભાર

ડીસીપી દ્વારકા એન્ટો એલ્ફન્સના જણાવ્યા અનુસાર, લોકડાઉન દરમિયાન બલબીરસિંહે દિલ્હીવાસીઓ અને કોરોના વોરિયર્સને વિવિધ રીતે મદદ કરી છે. જેના માટે દિલ્હી પોલીસ તેમનો આભાર માને છે અને તેમની ભાવનાને સલામ કરે છે. ડીસીપીએ જણાવ્યું હતું કે બલબીરસિંહે દ્વારકા પોલીસની ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને 15 થર્મલ ગન પૂરી પાડવી છે. જેથી તેઓ લોકોના તાપમાનને જાણવા અને જો જરૂરી હોય તો તેમને અલગ રાખવા માટે વિવિધ વિસ્તારોમાં જઈ શકે.

બલબીર સિંહના આ કામની ખુબ જ સરાહના થઈ રહી છે. પોલીસ ટીમે તેમને મદદ બદલ આભા વ્યક્ત કર્યો હતો. જ્યારે લકોપ્રિય પોપ સિંગર દિલેર મેંહદીએ પણ વીડિયો શેર કરી તેમના મદદની સરાહના કરી તેમની પ્રશંસા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details