હૈદરાબાદ: એક તરફ કોરોના વાઈરસ દેશભરમાં હાહાકાર મચાવી રહ્યો છે તો બીજી તરફ સીંગાપોરની Duke-NUS મેડીકલ સ્કુલે એક એવા પ્રકારની Covid-19 ટેસ્ટ કીટ શોધી હોવાનો દાવો કર્યો છે કે જેના દ્વારા હવે વ્યક્તિ કોરોના વાઈરસથી સંક્રમીત છે કે કેમ તે જાણવા માટે ટેસ્ટ કર્યા બાદ કેટલાક દીવસો સુધી રાહ નહી જોવી પડે પરંતુ માત્ર એક કલાકમાં જ તેનુ પરીણામ મેળવી શકાશે. આ એક એવા પ્રકારની કીટ હશે કે જેના થકી વ્યક્તિ કોરોના વાઈરસથી ચેપગ્રસ્ત થયો છે કે કેમ તે જ નહી પરંતુ એ પણ જાણકારી મેળવી શકાશે કે વ્યક્તિમાં કોરોના વાઈરસ સામે ક્યારેય રક્ષાત્મક પ્રતિભાવ આપ્યો છે એટલે કે કોરોના વાઈરસના એટેક બાદ વ્યક્તિએ પોતાની રોગપ્રતિકારક ક્ષમતાને કારણે કોરોના વાઈરસનો પ્રતિકાર કર્યો છે કે કેમ તે પણ જાણી શકાશે.
આ પ્રકારની કીટ અહીની હોસ્પીટલમાં ઉપલબ્ધ છે. સંશોધકોના કહેવા પ્રમાણે આ એક એવા પ્રકારની કીટ હશે કે જે એક ખાસ પ્રકારના એવા એન્ટીબોડી (માણસના શરીરમાં ઇન્ફેક્શનો પ્રતિકાર કરવા માટે કુદરતી રીતે તૈયાર થતુ એક હથીયાર)ને શોધીને અલગ કરી શકે છે કે જે વાઈરસને બેઅસર બનાવીને વ્યક્તિને વાઈરસથી સંક્રમીત થવાથી બચાવે છે.
જ્યારે કોઈ વ્યક્તિ વાઈરસથી ચેપગ્રસ્ત થાય છે ત્યારે તેનું શરીર હજારોની સંખ્યમાં જુદા જુદા પ્રકારના એન્ટીબોડીઝ બનાવે છે જે એન્ટીબોડીઝ વાઈરસ સાથે બાઇન્ડીંગ કરે છે અને તેથી તેને ‘બાઇન્ડીંગ એન્ટીબોડીઝ’ કહેવામાં આવે છે. જો કે તેમાંના બધા જ એન્ટીબોડીઝ વાઈરસને બેઅસર બનાવી શકતા નથી.
હાલમાં ઉપયોગમાં લેવામાં આવતી ટેસ્ટ કીટની સરખામણીમાં આ કીટની વિશેષતા એ છે કે આ કીટમાં પરીણામ ઝડપી મળી શકે છે. આ ઉપરાંત વ્યક્તિના શરીરમાં બનેલા એન્ટીબોડીઝને શોધવા માટે તજજ્ઞોની કે ખાસ પ્રકારના સાધનોની જરૂર પડતી નથી પરંતુ આ કીટ જ ખાસ પ્રાકરના એન્ટીબોડીને શોધી શકે છે જે સંશોધન માટે અને હોસ્પીટલમાં મદદરૂપ થાય છે.
આ પ્રકારના એન્ટીબોડીઝ માટે અન્ય Covid-19 ટેસ્ટ કીટ પાસે લાઇવ વાઈરસ, સેલ, ઉચ્ચ પ્રકારની ક્ષમતા ધરાવતા ઓપરેટરની જરૂર પડે છે તેમજ એક જટીલ લેબોરેટરી પ્રક્રીયામાંથી પસાર થવુ પડે છે કે જે સામાન્ય રીતે ખાસ સંવેદનશીલ નથી અને પરીણાં મેળવવા માટે લાંબા દીવસો સુધી રાહ પણ જોવી પડે છે.