ગુજરાત

gujarat

ETV Bharat / bharat

COVID-19 અને અન્ય વાઈરલ ઈન્ફેક્શન વચ્ચે સમાનતા અને તફાવત - COVID-19 અને અન્ય વાઈરલ ઈન્ફેક્શન વચ્ચે સમાનતા અને તફાવત

કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. દેશભરમાં કોરોના સંક્રમણને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ડૉક્ટર સંજય જૈને કોવિડ-19 ઈન્ફેક્શન અને અન્ય વાઈરલ રોગોની સમાનતા અને તફાવત સમજાવ્યો હતો.

viral infection
viral infection

By

Published : Aug 27, 2020, 10:17 PM IST

ન્યૂઝ ડેસ્કઃ કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. દેશભરમાં કોરોના સંક્રમણને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ડૉક્ટર સંજય જૈને કોવિડ-19 ઈન્ફેક્શન અને અન્ય વાઈરલ રોગોની સમાનતા અને તફાવત સમજાવ્યો હતો.

COVID19 અને અન્ય વાઈરલ ઈન્ફેક્શન વચ્ચે સમાનતા અને તફાવત

કોવિડ-19ના લક્ષણો

  • ખાંસી
  • તાવ
  • શરીરનો દુખાવો
  • નાકમાંથી પાણી આવવુંં
  • સ્વાદ અને ગંધ પારખવાની શક્તિ ગુમાવવી
    COVID19 અને અન્ય વાઈરલ ઈન્ફેક્શન વચ્ચે સમાનતા અને તફાવત

સંક્રમણ બાદ શું થાય છે

  • સંક્રમિત થયા પછી વ્યક્તિ 24 કલાકમાં બિમાર થઈ શકે છે.
  • 1થી 4 દિવસમાં ઈન્ફેક્શન એક્ટિવ મોડમાં હોય છે.
  • 3 અને 5 દિવસ સુધી દવા લેવામાં આવે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ડૉક્ટરની સલાહ મુજબ સંક્રમણ ઓછું થવા માંડે છે.
  • 7માં અને 10માં દિવસે સ્થિતિ સામાન્ય થાય છે.

જયારે વ્યક્તિ ખાંસે છે અથવા છીંક ખાય છે ત્યારે ડ્રોપલેટ દ્વારા સંક્રમણ ફેલાય છે. 7 દિવસ સુધી સંક્રમણ ફેલાવનાર વ્યક્તિમાં કોરોના વાઈરસનું સંક્રમણ ફેલાવવાની ક્ષમતા રહેલી હોય છે.

જોખમ અને ગંભીરતા

  • વધુ જોખમ ધરાવતા લોકોમાં સામેલ લોકો
  • વૃદ્ધ વયસ્કો (60 વર્ષથી વધુ વયના લોકો)
  • ડૉક્ટર અને મેડિકલ કર્મચારી
  • જે લોકોએ તાજેતરમાં શસ્ત્રક્રિયા કરાવી છે, જેમ કે બાય-પાસ સર્જરી
  • સગર્ભા સ્ત્રી
  • પોષણની બાબતે નબળા વ્યક્તિ

ફ્લૂ: ગંભીરતા COVID-19 જેટલી નથી હોતી, લોકો મરતા નથી અને રિકવરી દર ઉંચો હોય છે.

કોવિડ -19: રિકવરી દર નબળો છે અને વધુ મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. ઉપરાંત, આ કિસ્સામાં મૃત્યુ દર વધારે છે.

CDCના જણાવ્યા મુજબ, બંને COVID-19 અને ફ્લૂ નીચે જણાવ્યા પ્રમાણેની સમસ્યા ઉભી કરી શકે છેઃ

  • ન્યુમોનિયા
  • રેસીપિરેટરી ફેલ્યોર
  • તીવ્ર શ્વસન તકલીફ (એટલે કે ફેફસામાં પ્રવાહી)
  • સેપ્સિસ
  • હાર્ટ એટેક અને સ્ટ્રોક
  • મલ્ટી ઓર્ગન ફેલ્યોર
  • લાંબી તબીબી સ્થિતિઓનું ખરાબ થવું (ફેફસાં, હૃદય, નર્વસ સિસ્ટમ અથવા ડાયાબિટીસનો સમાવેશ)
  • હૃદય, મગજ અથવા સ્નાયુઓના પેશીઓમાં બળતરા
  • બેક્ટેરિયલ ચેપ (એટલે કે ચેપ જે લોકોમાં થાય છે જેમને પહેલાથી ફ્લૂ અથવા કોવિડ -19 નો ચેપ લાગ્યો છે)

પરીક્ષણ ક્યારે કરાવવું?

  • કોવિડ-19 અને સામાન્ય ફ્લૂમાં મૂંઝવણ ના થવી જોઈએ.
  • સામાન્ય ફ્લૂમાં 48 કલાકમાં શરદી, ખાંસી ઓછા થાય છે.
  • પરંતુ જો સ્થિતિ સામાન્યા ના થાય તો કોવિડ-19નો ટેસ્ટ કરાવવો આવશ્યક છે

શું સામાન્ય વાઈરલ ઈન્ફેક્શનનો ઈલાજ કરવામાં આવે છે

  • મોટાભાગના લોકો સામાન્ય વાઈરલ ઈન્ફેકશન માટે ટેલિ કન્સલ્ટેશન કરતાં હોય છે.
  • પરંતુ જો તેેમને બીજા રોગ માટે પણ મળવું હોય તો તે ડૉક્ટરને મળી શકે છે.

ABOUT THE AUTHOR

...view details