ગંગટોકઃ સિક્કિમ સરકારે રાજ્યમાં 21થી 27 જુલાઇ સુધી સંપૂણ લોકડાઉન કરવા માટે સોમવારના રોજ નિર્ણય લીધો છે. આ નિર્ણય કોરોનાના વધતા સંક્રમણને કારણે લેવામાં આવ્યો છે. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. મુખ્ય સચિવ એસ.સી. ગુપ્તા દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ રાજ્યમાં કોરોનાની સ્થિતિ વિશે સમીક્ષા કરી લોકડાઉનનો નિર્ણય લેવાયો છે.
વધુમાં કહ્યું કે, આ લોકડાઉનમાં વિશિષ્ટ રીતે છૂટ આપવામાં આવી છે. પરંતુ સરકારી કાર્યાલય, દુકાનો, સંસ્થાઓ, માર્કેટ અને કારખાનાઓ બંધ રહેશે.