પાકિસ્તાનમાં એક શીખ યુવતીને બળજબરીપુર્વક ધર્મ પરિવર્તન કરાવની બાબતે શીખ સમાજ દ્વારા દિલ્હીમાં પાકિસ્તાન વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ કરી રહ્યાં છે. આ ઘટનાની નિંદા પાકિસ્તાન દુતાવાસથી લઈ રસ્તાઓ સુધી પ્રદર્શન ચાલું છે. પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયોની યુવતીઓના ધર્મપરિવર્તનની ફરી એક ઘટના સામે આવી હતી. જેમાં પાકિસ્તાનની 19 વર્ષીય શીખ યુવતીનું અપહરણ કરી પંજાબના એક મુસ્લીમ યુવક સાથે લગ્ન કરાવતા પહેલા બળજબરપુર્વક ઈસ્લામ ધર્મમાં પરિવર્તન કરાવ્યું હતુ.
પાકિસ્તાનમાં શીખ યુવતીને ખોટી રીતે ધર્મ પરિવર્તન કરાવતાં દિલ્હીમાં શીખ સમુદાયનો વિરોધ - ધર્મ પરિવર્તન
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં એક શીખ યુવતીને બળજબરીપુર્વક ધર્મ પરિવર્તન કરાવવાના બાબતે દિલ્હીમાં શીખ સમુદાય દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેમાં પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરી લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો.
dilhi
ધર્મ પરિવર્તનની આ બીજી ઘટના સામે આવી છે. પાકિસ્તાનમાં બનતી ધર્મ પરિવર્તનની ઘટનાને લઈ દિલ્હીમાં શીખ સમુદાય આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે. દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના પ્રમુખ મંજિંદરસિંહ સિરસાએ કહ્યું છ કે પાકિસ્તાનમાં લઘુમતીઓની હાલ બેહાલ છે. લઘુમતીઓની પુત્રીઓનું અપહરણ કરવામાં આવે છે અને તેમને ધર્માંતરિત કરવા અને લગ્ન કરવા દબાણ કરવામાં આવે છે. જેની વિરુદ્ધ અમે લડીશું. આ વિષયને અમે ગૃહપ્રધાન અમિતશાહ સમક્ષ રજૂ કરીશું.
Last Updated : Sep 2, 2019, 4:16 PM IST