ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કરતારપુર કોરિડોરના ઉદ્દઘાટનમાં સિદ્ધુએ કર્યા ઈમરાન ખાનના વખાણ - latest news of navjot sidhu

કરતારપુરઃ પૂર્વ ક્રિકેટર અને ભારતીય નેતા નવજોત સિંહ સિદ્ધુએ શનિવારે પાકિસ્તાન સ્થિત કરતારપુર ગલિયારાના ઉદ્ધાટમાં હાજર રહ્યા હતા. જ્યાં તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની વખાણ કરતા જોવા મળ્યાં હતાં.

નવજોતસિંહ સિદ્ધુ

By

Published : Nov 10, 2019, 3:19 PM IST

પાકિસ્તાન સ્થિત કરતારપુરમાં નવજોત સિંહ સિદ્ધુ કરતારપુર કૉરીડોરના ઉદ્ઘાટનમાં હાજર રહ્યાં હતા. જ્યાં તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પ્રશંસા કરી હતી.

ઇમરાન ખાન વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "કૉકીડોરના મુદ્દે નિરાકરણ લાવી ઈમરાને ઈતિહાસ રચ્યો છે. 10 દિવસની અંદર જ કૉરીડરનું કામ પૂરું કરવુ એ ચમત્કાર જેવું છે."

ભારતીય પ્રાંત પંજાબના પૂર્વ પ્રધાન અને કોંગ્રેસ નેતા સિદ્ધુએ સમારોહને સંબોધિત કરતાં કહ્યું હતું કે, "72 વર્ષમાં કોઈએ શીખોની સમસ્યા અને તેમના મુદ્દાઓ પર ધ્યાન આપ્યું નથી. દરેક વડાપ્રધાન પોતાના નફા-નુકસાનનું પહેલા વિચારે છે. પરંતુ ઈમરાન ખાન એવો સિકંદર છે. જે લોકોના મન પર રાજ કરી રહ્યો છે."

પાકિસ્તાની મીડિયાના જણાવ્યાનુસાર, ભારતીય અધિકારીઓએ સિદ્ધુને વાઘા બોર્ડરથી પાકિસ્તાનમાં દાખલ થવા માટેની પરવાનગી નહોતી આપી. ત્યારબાદ કરતાપુર તેઓ કૉરિડોરથી થઈને પાકિસ્તાન પહોચ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details