ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પોતાના કથિત નિવેદન પર સિદ્ધુએ આપ્યો જબાવ, ક્યાં છે 56ની છાતી?

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરના પુલવામાં ખાતે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદના કાયરતાપુર્ણ હુમલા મુદ્દે નિવેદન આપીને ફસાઇ ગયેલા કોંગ્રેસી નેતા નવજોતસિંહ સિદ્ધુએ પોતાનો પક્ષ મુકતા જણાવ્યુ હતું કે, "4 આતંકવાદીઓના લીધે દેશનો વિકાસ રોકાવો ન જોઇએ, જે થયું તે ખુબ જ દુ:ખદ ઘટના છે. તેઓને સજા આપવું ખુબ જ જરૂરી છે, કારણ કે આતંકવાદનો કોઇ ધર્મ કે જાતી નથી હોતી, આ અંગે વધુમાં જણાવતા સિદ્ધુએ કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તર પર ભાર આપીને આતંકી હુમલા કરનારાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહિ થવી જોઇએ"

Sidhu statemen

By

Published : Feb 17, 2019, 10:48 AM IST

લુધિયાણામાં સિદ્ધુએ જણાવ્યું હતું કે, મે આપેલા નિવેદન પર પુર્ણ રીતે સ્થિર છું, આતંકવાદિઓને પીઠ પાછળ હુમલો કર્યો છે. અને આનો વળતો જવાબ મળવો જોઇએ, તો આ સાથે જ મોદીને ઉદ્દેશીને કહ્યું કે, "હવે 56ની છાતી ક્યા ગઇ? મારી દરેક વાતની દરેક લાઇને પુરી નથી દર્શાવવામાં આવતી, હું આતંકવાદની વિરોધમાં સજ્જડ ઉભો છું"

આ સાથે જ સિદ્ધુએ જણાવ્યું હતું કે, જવાનોની સુરક્ષા પર ધ્યાન આપવામાં આવ્યું નથી, જ્યારે એક મંત્રીના પસાર થવાના સમયે સમગ્ર શહેરમાં સુરક્ષાની તૈયારીઓ કરવામાં આવતી હોય છે, તો સેનાનો આટલો મોટો કાફલો જો પસાર થઇ રહ્યો ત્યારે આ પહેલા ટ્રેકર કેમ ચલાવવામાં ન આવ્યું, જેને પગલે જવાનોની શહાદત થઇ છે, આ પાછળનું કોઇ ચોક્કસ સમાધાન શોધવું જોઇએ, કારણ કે આ છેલ્લા 71 વર્ષથી ચાલી રહ્યું છે

તો પોતે પાકિસ્તાન જવા મુદ્દે સિદ્ધુએ જણાવ્યું હતું કે, "હું તો આમંત્રણ એક મિત્રના સંબંધથી ગયો હતો, આ દેશના વડાપ્રધાન જ આમંત્રણ વગર જઇને ગળે મળીને આવ્યા હતા. અને તેમના આવતાની સાથે જ પઠાનકોટના દિના નગર ખાતે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જો કે અટલબિહારી જ્યારે પાકિસ્તાન જઇને આવ્યા હતા, ત્યારે કારગિલ યુદ્ધ થયું હતું. એટલા માટે કોઇના પાકિસ્તાન પ્રવાસને આ બધી વસ્તુઓ સાથે ન જોડવું જોઇએ"



For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details