ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સિદ્ધુએ મોદીને નવી નવેલી દુલ્હન સાથે સરખાવી, કહ્યું કંઈક આવું... - bjp

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુ સતત પીએમ મોદી પર કટાક્ષ કરી રહ્યાં છે. તેમના નિવેદનો માત્ર વ્યંગ જ નહીં, પરંતુ ભાષાની સીમાઓનું ઉલ્લંઘન કરતા હોય તેવા હોય છે. તેમણે મોદીની તુલના નવી નવેલી દુલ્હન સાથે કરી છે. તેમણે મોદી અને ભાજપ માટે બ્લેક બ્રિટિશ શબ્દોનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત મોદીને 'ચોર' અને 'ભાગેડુ' પણ કહ્યાં છે.

સિદ્ધુએ મોદીને નવી નવેલી દુલ્હન સાથે સરખાવ્યા

By

Published : May 11, 2019, 1:46 PM IST

સિદ્ધુએ કહ્યું કે, મોદી તે દુલ્હન જેવી છે, જે રોટી થોડી વણતી હોય છે અને ચૂડીયાનો અવાજ વધુ કરતી હોય છે. આનાથી પૂરા મહોલ્લાને ખબર પડી જાય છે કે, તે કામ કરી કરી રહી છે. બસ કંઈક આ પ્રકારનું કામ મોદી કરી રહ્યાં છે. હું તેમને અંબાણી અને અદાણીના લેયર-ઈન-ચીફ, ડિવાઈડર-ઈન-ચીફ અને બિઝનેસ મેનેજર કહું છું.

સિદ્ધુએ મોદીને નવી નવેલી દુલ્હન સાથે સરખાવ્યા

ઈંન્દોરમાં જનસભાને સંબોધિત કરતા સમયે સિદ્ધુએ કહ્યું હતું કે, કોંગ્રેસે અંગ્રેજને ભગાડીને દેશને આઝાદ બનાવ્યો હતો. હવે સમય આવી ગયો છે કે, આપણે બ્લેક બ્રિટિશથી આઝાદી મેળવવાની છે.

ABOUT THE AUTHOR

...view details