ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કરતારપુર કોરિડોરના ઉદ્ધાટન સમારોહમાં જવા માટે સિદ્ધૂએ માગી પરવાનગી - latest news about navjot sidhu

ચંદીગઢ: પાકિસ્તાનના આમંત્રણનો સ્વીકાર કર્યા બાદ પંજાબના પૂ્ર્વ પ્રધાન નવજોત સિંહ સિદ્ધૂએ વિદેશ પ્રધાન એસ જયશંકર પાસે કરતારપુર કોરિડોરના ઉદ્ધાટન સમારોહમાં શામેલ થવાની પરવાનગી માગી છે.

કરતારપુર કોરિડોરના ઉદ્ધાટન સમારોહમાં જવા માટે સિદ્ધૂએ માગી પરવાનગી

By

Published : Nov 3, 2019, 11:55 AM IST

શીખ ધર્મના સંસ્થાપક ગુરૂ નાનક દેવની 550મી જયંતીના ત્રણ દિવસ પહેલા પાકિસ્તાનમાં એક સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ આયોજનમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સિદ્ધુને આમંત્રણ આપ્યુ છે. આ મામલે સિદ્ધુએ ભારત પાસેથી કાર્યક્રમમાં શામેલ થવાની પરવાનગી માગી છે.

કરતારપુર કોરિડોરના ઉદ્ધાટન સમારોહમાં જવા માટે સિદ્ધૂએ માગી પરવાનગી

ભારત સરકારે જણાવ્યુ છે કે,પાકિસ્તાન સરકાર દ્વારા આંમત્રિત કરાયેલ સર્વે લોકોને પહેલા રાજનીતિક મંજૂરી લેવી પડશે. સિદ્ધૂએ શનિવારે પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહ અને જયશંકર પાસેથી કાર્યક્રમમાં ભાગ લેવા માટે પરવાનગી માગી છે.

તેમણે પત્રમાં લખ્યુ કે, ' એક વિનમ્ર શીખના રુપમાં આપણા મહાન ગુરૂ બાબા નાનકના ઐતિહાસિક અવસર પર શ્રધ્ધાંજલી અર્પિત કરવી અને તેમાં જોડાવું એ મહાન સમ્માન હશે. એટલા માટે મને આ શુભ અવસર માટે પાકિસ્તાન જવાની પરવાનગી આપવામાં આવે.'

ABOUT THE AUTHOR

...view details