ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પોતના જ ડાયલોગ પર જ ફસાયા સિદ્ધુ, લોકોએ સવાલ કર્યો ક્યારે રાજનીતિ છોડો છો? - POSTER

ચંદીગઢ: કોંગ્રેસ નેતા અને પંજાબના કેબિનેટ પ્રધાન નવજોત સિંહ સિદ્ધુને લઇને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. પંજાબના લુધિયાનામાં કેટલીક જગ્યાએ તેના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ બધા જ પોસ્ટરોમાં રાજનીતિ છોડવા બાબતે પુછવામાં આવ્યું હતું.

લુધીયાનામાં લાગેલા પોસ્ટરો

By

Published : Jun 22, 2019, 7:08 PM IST

આ પોસ્ટરોમાં સિદ્ધુ પર આક્ષેપ કરવામાં આવ્યો છે. હકીકતમાં સિદ્ધુએ લોકસભા ચૂંટણી પહેલા નિવેદન આપ્યું હતું કે, જો રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી હારશે તો તે રાજનીતિ છોડી દેશે.

પોતના જ ડાયલોગ પર જ ફસાયા સિદ્ધુ

સિદ્ધુના આ નિવેદનને લઇને આ પોસ્ટરોમાં લખ્યું છે, 'રાહુલ ગાંધી તો ચૂંટણી હારી ગયા, હવે તમે ક્યારે રાજનીતિ છોડશો'

લુધીયાનામાં લાગેલા પોસ્ટરો

પંજાબમાં કેટલીક જગ્યાએ લાગેલા પોસ્ટરો ચર્ચાનો વિષય બનતા સોશિ્યલ મીડિયા પર વાઇરલ થયા છે. સિદ્ધુના ફોટો વાળા આ પોસ્ટર્સ અંગ્રજી અને પંજાબી ભાષામાં લાગ્યા છે. પરંતુ હજુ સુધી એ જાણવા નથી મળ્યું કે, આ પોસ્ટર કોણે લગાવ્યા છે અને તેનો ઇરાદો શું છે.

ABOUT THE AUTHOR

...view details