ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શ્રીલંકન વડાપ્રધાને PM નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હૈદરાબાદમાં મુલાકાત કરી હતી. શ્રીલંકન વડાપ્રધાન ચાર દિવસના પ્રવાસે ભારત ખાતે પહોંચ્યાં છે.

શ્રીલંકન વડાપ્રધાને PM નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત
શ્રીલંકન વડાપ્રધાને PM નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત

By

Published : Feb 8, 2020, 1:42 PM IST

નવી દિલ્હી : શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષેએ વડાપ્રધાન મોદી સાથે હૈદરાબાદ ખાતે મુલાકાત કરી હતી. વડાપ્રધાન ચાર દિવસના ભારત પ્રવાસ પર છે.

જણાવી દઇ એ કે આ પહેલા વિદેશ પ્રધાન જય શંકર સાથે શ્રીલંકન વડાપ્રધાને મુલાકાત કરી હતી. રાજપક્ષે આ પ્રવાસ સમયે દેશના વ્ય્પાર, સંરક્ષણ અને દરિયાની સુરક્ષાને લઇને વાતચીત કરી શકે છે.

વિદેશ મંત્રાલય પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટ કર્યુ, ' વડાપ્રધાન મોદીના નિમંત્રણ પર શ્રીલંકન વડાપ્રધાન પોતાનુ પદ સંભાળ્યા બાદ સૌ પ્રથમ વાર વિદેશ પ્રવાસમાં ભારત ખાતે પહોંચ્યાં છે.

શ્રીલંકન વડાપ્રધાન મહિંદા રાજપક્ષે 7 થી 11 ફેબ્રુઆરી સુધી ભારત પ્રવાસ પર છે. તે સમયે બંને દેશ વચ્ચે અનેક સંબધમાં ચર્ચા થશે.

વિદેશ મંત્રાલય અનુસાર, શ્રીલંકન વડાપ્રધાનનો સરકારી કાર્યક્રમ 8 ફેબ્રુઆરીથી શરૂ થશે. તેની સાથે તે સમયે ઉચ્ચ કક્ષાનું મંડળ પણ હાજર રહેશે.

વડાપ્રધાને પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી અને અનેક સંબંધોમાં ચર્ચા કરી હતી જે બેઠકમાં શ્રીલંકન વડાપ્રધાનનું મંડળ પણ સામેલ હતું. વડાપ્રધાન પોતાના પ્રવાસ દરમિયાન વારાણસી, સારનાથ, બોધગયા અને તિરૂપતિ જશે.

બંને પક્ષો વચ્ચે અહમ મુદ્દા જેવા કે દરિયાઇ સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે.

ઉલ્લેખનિય છે કે શુક્રવારે ભૂતપુર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને રાહુલ ગાંધીએ શ્રીલંકન વડાપ્રધાન સાથે કેટલાક મુદ્દાઓને લઇ ચર્ચા કરી હતી.

જણાવી દઇ એ કે રાજપક્ષે 2005થી 2015 સુધી શ્રીલંકાના રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે અને 2004થી 2014 સુધી વડાપ્રધાન પણ રહી ચુક્યા છે.

ABOUT THE AUTHOR

...view details