ઉત્તર પ્રદેશઃ લોકડાઉનમાં દેશના સૌથી ધનિક મંદિર તિરૂપતિ બાલાજી મંદિરને અસર થઈ છે. તે જ સમયે અયોધ્યાના રામ મંદિરના દરબારની પરિસ્થિતિ જુદી છે. અહીં લગભગ 6 લાખ રૂપિયાનું નુકસાન થવા છતાં કર્મચારીઓને નિયમિત પગાર આપવામાં આવે છે.
રામ જન્મભૂમિ ટ્ર્સ્ટને લોકડાઉનમાં 6 લાખનું નુકસાન - અયોધ્યા ન્યૂઝ
લોકડાઉનમાં દેશના સૌથી ધનિક મંદિર તિરૂપતિ બાલાજી મંદિરને અસર થઈ છે. તે જ સમયે, અયોધ્યાના રામ મંદિરના દરબારની પરિસ્થિતિ જુદી છે. અહીં લગભગ 6 લાખ રૂપિયાનું નુકસાન થવા છતાં કર્મચારીઓને નિયમિત પગાર આપવામાં આવે છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને અયોધ્યામાં લોકડાઉન દરમિયાન 6 લાખ રૂપિયાનું નુકસાન
લોકડાઉન દરમિયાન કોઈ આવક ન હોવા છતાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તેના કર્મચારીઓ સાથે ખડેપગે ઉભું છે. રામ જન્મભૂમિ કેમ્પસમાં કાર્યરત તમામ કર્મચારીઓને સમયસ પગાર આપવામાં આવી રહ્યો છે. લોકડાઉનને કારણે મંદિર અયોધ્યાના તમામ ભક્તો માટે બંધ છે. આવી સ્થિતિમાં રામલલાને મળેલા દાનમાં મોટો ઘટાડો થયો છે.
રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ કહે છે કે, રામલલાને ભક્તો તરફથી મળેલા દાનમાં મોટો ઘટાડો થયો છે. દર મહિને લગભગ 6 લાખ રૂપિયાનું નુકસાન થાય છે.