શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની થશે આજે ઉજવણી, જાણો શુભ મુર્હ્ત અને વ્રત કરવાની વિધિ - રોહિણિ નક્ષત્ર
ન્યુઝ ડેસ્કઃ આઠમની તિથિ અનુસાર જોઈએ તો જન્માષ્ટમી 23 ઑગષ્ટે છે અને આજે લોકો આઠમનું વ્રત પણ રાખશે. જે લોકો રોહિણી નક્ષત્રમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવે છે તેઓ 24 ઑગષ્ટને શનિવારના દિવસે જન્માષ્ટમીની ઉજવણી કરશે.
આ વખતે જન્માષ્ટમી 23 અને 24 ઑગષ્ટે ઉજવાશે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ રાત્રે 12 વાગ્યે જન્મ લીધો હતો. શ્રીકૃષ્ણ ભગવાનને વિષ્ણુના આઠમાં અવતાર માનવામાં આવે છે.
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ભદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમની તિથિ એટલે કે આઠમા દિવસે ઉજવવામાં આવે છે. જો આઠમની તિથિ આજે 23 ઑગષ્ટે છે. જેથી આજે જ લોકો વ્રત રાખશે. પરંતુ રોહિણિ નક્ષત્ર મુજબ 24 ઓગષ્ટ, શનિવારના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. હિન્દુ ધર્મમાં જન્માષ્ટ્મીનો તહેવાર ભગવાન કૃષ્ણના જન્મદિવસ રૂપે ઉજવાય છે. વિષ્ણુ અવતાર કૃષ્ણએ રાક્ષસ કંસના અત્યાચારથી લોકોને મુક્તિ અપાવવા માટે અને દુષ્ટોના સંહાર માટે પૃથ્વી પર અવતાર લીધો હતો.
જન્માષ્ટમીના મૂર્હ્ત
- 23 ઑગષ્ટે અષ્ટમી તિથિ શરૂઆત - સવારે 08:09 મિનિટથી 24 ઑગષ્ટે અષ્ટમી તિથિ પૂર્ણાહૂતિ - સવારે 08:32 મિનિટ સુધી
- 24 ઑગષ્ટે રોહિણી નક્ષત્રની શરૂઆત - સવારે 03:48 મિનિટથી 25 ઑગષ્ટ રોહિણી નક્ષત્ર પૂર્ણાહૂતિ - સવારે 04:17 મિનિટ સુધી