બાબા અમરનાથ યાત્રા કરવા માટે ભક્તો વર્ષો રાહ જુવે છે.આ વખત આ યાત્રા 1 જુલાઇના રોજ ચાલુ થઇ હતી જે 15 ઓગસ્ટ સુધી ચાલશે.જેને લઇને તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.જેથી કોઇ પણ યાત્રીઓને કોઇ પણ પ્રકારની તકલીફ ન થાય. તો મહત્વની વાત તો એ છે કે ભક્તોને કોઇ પણ પ્રકારની તકલફ ન થાય તે માટે આ વખતે રજીસ્ટ્રેશન કાર્ડ બારકોડ સાથે પૂરૂ કરવામાં આવ્યું છે. માહીતી મુજબ આ બારકોડમાં આપવામાં આવેલી શ્રાઇન બોર્ડથી જ લોકોની મુખ્ય જાણકારી મેગ્રીફાયર ગ્લાસ દ્વારા જ જોઇ શકાય છે.
હિમાલયમાં શ્રદ્ધાનું શિખર એટલે 'અમરનાથ યાત્રા', 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન - Raksha Bandhan
ન્યૂઝ ડેસ્ક: "જય બાબા બર્ફાની", "બાબા અમરનાથ કી જય" ના નારાઓ સાથે 1મી જુલાઇના રોજથી અમરનાથ યાત્રાની શરૂઆત થઇ હતી.પૂનમથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો હતો.હજારો શ્રદ્ધાળુઓ હિમાલયની જોખમી પગદંડીઓ પાર કરીને ગુફામાં કુદરતી રીતે સર્જાતા ‘હિમશિવલિંગ’ અમરનાથ દાદાનાં ચરણોમાં નમન કરીને ધન્યતા પ્રાપ્ત કરે છે.ભારતમાં જે કેટલીક યાત્રાઓ અત્યંત જોખમી અને મુશ્કેલ ગણાય છે તેમાંની એક અમરનાથ યાત્રા છે. અત્યાર સુધીમાં 1લાખ44 હજારથી પણ વધુ યાત્રીઓએ ભગવાન બર્ફાનીના દર્શનનો લ્હાવો લીધો હતો. જે ગુફાનાં દર્શન કરીને યાત્રિકોનાં હૈયાં ભાવવિભોર બની જાય છે.
ફાઇલ ફોટો
Shri Amarnathji Shrine Board ના અઘિકારીઓ એ જણાવ્યું હતું કે યાત્રાના 11માં દિવસે 13 હજારથી પણ વધુ યાત્રીઓએ ગુફામાં ઉપાસના કરી હતી.આ સંસ્થા સત્તત યાત્રા દરમિયાન સફાઇ તથા સ્વચ્છતા જાળવી રાખે છે.તેમણે વધુમાં જણાવ્યું કે યાત્રા માટે જે નિયમોની રચના કરવામાં આવી છે તેનું પાલન યાત્રીકોએ કરવું જોઇએ. આ 46 દિવસની યાત્રા 15 ઓગસ્ટના રોજ રક્ષાબંધન પર પૂર્ણ થશે.