સ્મોલ વંડર સ્કૂલમાં મહાત્મા ગાંધીની જયંતિ પર એક નાટકનું આયોજન કરવામાં આવ્યુ હતું. નાટકમાં નાથૂરામ ગોડસેને સ્વયં સેવક સંધની વેશભૂષામાં દર્શાવામાં આવ્યા હતા. જેના પર સ્વયં સેવક યતીન્દ્ર ઉપાધ્યાયએ વાંધો ઉઠાવ્યો છે.
નાથૂરામ ગોડસેને RSSના ડ્રેસમાં બતાવતા હોબાળો, શાળા પર FIR દાખલ - ગોડસેને સ્વયં સેવક સંધની વેશભૂષામાં
જબલપુર: મધ્યપ્રદેશના જબલપુરમાં આવેલી સ્મોલ વંડર સ્કૂલમાં નાથૂરામ ગોડસેને RSSના ડ્રેસમાં બતાવતા વિવાદ ઊભો થયો છે. ઘટના સામે આવતા એક સ્વયં સેવક યતીન્દ્ર ઉપાધ્યાયએ લોર્ડગંજ પોલીસ મથકમાં શાળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પોલીસને પુરાવાના ભાગરુપે એક તસ્વીર પણ આપવામાં આવી છે. આ તસ્વીરમાં એક વિદ્યાર્થીએ RSSની વેશભૂષામાં ગાંધીજી પર બંદૂક તાકી રહ્યો છે.

nathuram godse in an rss dress
આ ઘટના સામે આવ્યા બાદ હજી સુધી શાળા તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કે, વિવાદ ધીમે ધીમે હવે વરવું રુપ ધારણ કરી રહ્યુ છે.