મુંબઈઃ જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલય છાત્રસંઘની અધ્યક્ષ આઈશી ઘોષે કેમ્પસમાં થયેલા હુમલા અંગે વાત કરતાં કહ્યું હતું કે, કલમ 370ની નાબૂદી વખતે વિરોધ કર્યો હોત, તો આજે આ દિવસ જોવાની નોબત ન આવત." મહત્વનું છે કે, 5 જાન્યુઆરીએ JNUના કેમ્પસમાં નકાબધારી લોકોએ વિદ્યાર્થીઓ પર હિંસક હુમલો કર્યો હતો. જેમાં આઈશી ઘોષને ગંભીર ઈજા પહોંચી હતી.
જ્યારે કલમ-370 હટી ત્યારે જ વિરોધ કરવાનો હતો: આઈશી ઘોષ - -aishe-ghosh latest statement
5 જાન્યુઆરીએ JNUના કેમ્પસમાં નકાબ પહેરીને કેટલાંક લોકોએ હુમલો કર્યો હતો. જે અંગે વાત કરતાં વિદ્યાર્થી સંગઠનના પ્રમુખ આઈશી ઘોષે કહ્યું હતું કે, "જો 370ની નાબૂદી વખતે વિરોધ કર્યો હોત, તો આજે આ દિવસ જોવા ન પડત."
આ અંગે વતા કરતાં આઈથી ઘોષે એક ચર્ચામાં જણાવ્યું હતું કે, "હાલ સ્થિતિ વિશે વાત કરું તો આપણું બંધારણ ખતરામાં છે. જ્યારે કલમ 370ને નાબૂદ કરવામાં આવી ત્યારે આપણા સંવિધાન પર પહેલો હુમલો થયો હતો. જો ત્યારે જ આપણે અવાજ ઉઠાવ્યો હોત તો આજે આ દિવસ જોવાની નોબત ન આવત."
નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને ગત ઑગસ્ટ મહિનામાં નાબૂદ કરવામાં આવી હતી. તેમજ બે રાજ્યોને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવ્યાં હતાં. આગળ વાત કરતાં ઘોષે કહ્યું હતું કે, "આ ફક્ત વિદ્યાર્થીઓની લડાઈ નથી. દરેક વર્ગના સમાજની છે. જેની સામે વિદ્યાર્થીઓ એકલા લડી શકશે નહીં. એટલે આપણે સૌએ ભેદ મળીને લડત લડવી પડશે. "