ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહાર: મતદાન મથક પર ગોળી ચલાવતા મતદાન કર્મચારીનું મોત

શિવહર: લોકસભા ચૂંટણી માટે આજે છઠ્ઠા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે આજે બિહારમાં પણ આ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. જ્યાં શિવહરમાં એક મતદાન મથક પર ગોળી ચલાવતા મતદાન કર્મીનું મોત થઈ ગયું છે.

spot

By

Published : May 12, 2019, 2:23 PM IST

રવિવારે (આજે) માધોપુર સુંદર સ્થિત મતદાન કેન્દ્ર નંબર 275માં હોમ ગાર્ડના જવાન સરયુગ દાસની રાઈફલમાંથી ગોળી છૂટી જતા ત્યાં બેઠેલા મતદાનકર્મી શિવેન્દ્ર કિશોરને લાગી જતાં ઘાયલ થયા બાદ તેમનું મોત થઈ ગયું હતું.

ત્યાર બાદ આરોપી હોમગાર્ડની ધરપકડ કરી નાખવામાં આવી છે. તથા તેની પાસેથી હથિયાર પણ છીનવી લેવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details