શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બડગામમાં આતંકીઓએ રવિવારે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા અબ્દુલ હમીદ નજરને ગોળી મારી દીધી હતી. જેમાં સારવાર બાદ આજે તેમનું મોત થયું છે. અબ્દુલ ભાજપના ઓબીસી મોરચાના જિલ્લા અધ્યક્ષ હતાં. આતંકીઓએ રવિવારે અબ્દુલના ઘરમાં ઘૂસીને તેમને ગોળી મારી દીધી હતી. કાશ્મીર ઘાટીમાં આતંકીઓએ 3 વખત ભાજપ કાર્યકર્તાને નિશાન બનાવ્યાં છે.
કાશ્મીરમાં આતંકીઓનો ગોળીબાર, ભાજપના કાર્યકર્તા સારવાર દરમિયાન મોત - Abdul is the district president of BJP's OBC front
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ બડગામમાં ભાજપના કાર્યકર્તા અબ્દુલ હમીદ નજરને ગોળી મારી દીધી હતી. જે બાદ તેમને ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જેમાં આજે તેમનું મોત થયું હતું.
કાશ્મીરમાં આતંકીઓ દ્વારા ગોળીબારમાં ભાજપના કાર્યકર્તાનું મોત
મધ્ય કાશ્મીરના બડગામમાં મોહિદાપુરા વિસ્તારમાં રહેતા એક અધિકારીએ જણાવ્યું હતું કે, અબ્દુલ ઘાયલ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, ઓમપોરા વિસ્તારમાં આતંકીઓએ રવિવારે ભાજપા કાર્યકર્તા અબ્દુલ હમીદને ગોળી મારી દીધી હતી. જે બાદ આતંકી ફરાર થઇ ગયા હતાં. ગોળી લાગવાને કારણે અબ્દુલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે. બીજી તરફ પોલીસ આ મામલે તપાસ ચલાવી રહી છે.