કેરળઃ કોરોના વાઈરસના પ્રસારને રોકવાના ઉદ્દેશ્ય સાથે કરેળ સરકારે પૂર્ણ બંધનો આદેશ કર્યો છે. આ આદેશના અમલ સાથે રવિવારે તમામ વિસ્તારોમાં સંપૂર્ણ રીતે દુકાનો બંધ રહી હતી અને સડકો સુમસામ જોવા મળી હતી. કેરળની વામ મોર્ચા સરકારે શનિવારની રાતે પ્રદેશમાં રવિવારે સંપુર્ણ રીતે બંધનો આદેશ આપ્યો હતો.
કેરળ સંપુર્ણ લોકડાઉન, દુકાનો બંધ અને રસ્તા સૂમસામ જોવા મળ્યા
કેરળમાં કોરોનાના નવા બે કેસ નોંધાતા તંત્ર સફાળુ જાગી ઉઠ્યું હતું. સાવચેતીના ભાગરૂપે સરકાર દ્વારા આજે રવિવારે પ્રદેશમાં સંપુર્ણ બંધનુું એલાન કરવામાં આવ્યુંં હતું.
મુખ્યપ્રધાન પી વિજયને શુક્રવારે કહ્યું હતું કે, રાજ્યમાં કોવિડ -19 કેસમાં ઘટાડો થતા કેરળ સરકારે લોકડાઉનમાં ઢીલ મૂકી હતી. પરંતુ ફરી કેરળમાં બે કોરોનાના નવા કેસ નોંધાયા છે. તે બંને શનિવારે અબુધાબી અને દુબઈથી પાછા ફર્યા હતા અને તેમને કોરોના વાઈરસથી પ્રભાવિત થયા હોવાની પુષ્ટી થઈ છે.
બે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા કેરળ તંત્રમાં ચિંતા ફેલાઈ છે. જેથી આજે એટલે કે રવિવારે આખા પ્રદેશમાં પૂર્ણ બંધનું એલાન થયું હતું. માત્ર આવશ્યક ચીજ વસ્તુઓ, દવા અને દૂધની દુકાનો જ ખોલવામાં આવી હતી. આ ઉપરાંત હોસ્પિટલ, પ્રયોગશાળા અને મીડિયાને કામ કરવાની અનુમતિ આપવામાં આવી હતી.