શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાબળો અને આતંકવાદી વચ્ચે અથડામણં થઈ હતી. આ અથડામણમાં સેનાએ 4 આતંકવાદીઓને ઠાર માર્યા છે. કાશ્મીર ઘાટીમાં છેલ્લા 24 કલાકમાં આ બીજીવાર અથડામણ થઈ છે. હાલ સેનાએ સમગ્ર વિસ્તારમાં ઘેરાવ કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
જમ્મુ-કાશ્મીરઃ શોપિયામાં સેના-આતંકી વચ્ચે અથડામણ, 4 આતંકી ઠાર - jammu kashmir news
જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાબળો અને આતંકવાદી વચ્ચે અથડામણં થઈ હતી. આ અથડામણમાં સેનાએ 4 આતંકવાદીઓને ઠાર માર્યા છે. કાશ્મીર ઘાટીમાં છેલ્લા 24 કલાકમાં આ બીજીવાર અથડામણ થઈ છે. હાલ સેનાએ સમગ્ર વિસ્તારમાં ઘેરાવ કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
jammu kashmir
મળતી જાણકારી મુજબ, સેનાએ સમગ્ર વિસ્તારને ચોતરફથી ઘેરી લીધો છે. સુત્રોના જણાવ્યાનુસાર હાલ બંને પક્ષો તરફથી સામ સામે ફાયરિંગ થઈ રહ્યું છે. આ અગાઉ જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ગુરુવારે સૈનિકોએ નિયંત્રણ રેખા પર ઘુષણખોરોને અટકાવતાં એક આતંકવાદીઓને ઠાર માર્યો હતો. જેની માહિતી સેનાના એક અધિકારીએ આપી હતી.
આ અંગે સેનાના અધિકારીએ જણાવ્યું હતું કે, કેરન સેક્ટરમાં LOC નજીક સૈનિકોને શંકાસ્પદ ગતિવિધિ નજર આવી હતી અને તેમણે એક ઘૂષણખોરને ઠાર માર્યો હતો.