આ સંબંધે રક્ષા પ્રવક્તાએ કહ્યું કે, 'શુક્રવારે રાત્રે લગભગ સાડા આઠ કલાકની નજીક મેઢર ક્ષેત્રના બાલાકોટમાં નિયંત્રણ રેખાની નજીક નાના હથિયારોથી ગોળીબાર કરવામાં આવ્યો હતો.'
જમ્મુ-કાશ્મીરઃ PAKએ ભારતીય ચોકીઓ અને અગ્રિમ બસ્તિઓ પર કર્યો ગોળીબાર - જમ્મુ-કાશ્મીરમાં ગોળીબાર
શ્રીનગરઃ પાકિસ્તાની સેનાએ સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરતા જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં LOC નજીક ભારતીય ચોકીઓ અને અગ્રિમ બસ્તિઓ પર ફાયરિંગ અને નાના હથિયારોથી ગોળીબાર કરવામાં આવ્યો હતો.

જમ્મુ-કાશ્મીરમાં ગોળીબાર
તેમણે જણાવ્યું કે, ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. વધુમાં ગોળીબારી રાત્રે સવા નવ કલાકે બંધ થઇ હતી.