નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિગ્વીજય સિંહ અને પુતુલ કુમારીની પુત્રી નેશનલ શૂટર શ્રેયસી સિંહ રાજનીતિમાં કદમ રાખવા જઇ રહી છે. તે આજે રવિવારે ભાજપમાં જોડાશે. ભાજપના સુત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર મહાસચિવ અરૂણ સિંહ અને ભાજપા અધ્યક્ષ સંજય જયસ્વાલની હાજરીમાં ભાજપમાં જોડાશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, શ્રેયસી સિંહ બાંકાના અમરપુર સીટ અથવા તો જમુઇની વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી શકે છે.
નેશનલ શૂટર શ્રેયસી સિંહ ભાજપમાં જોડાશે, બિહારની આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી - ભારતીય જનતા પાર્ટી
શ્રેયસી સિંહ પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિગ્વીજય સિંહની પુત્રી છે. તેમણે દેશ માટે ઘણા મેડલ જીત્યા છે. શ્રેયસી સિંહ મૂળ બિહારના જમુઇની રહેવાસી છે.
Shreyasi Singh
આ પહેલા શ્રેયસી સિંહ RJDમાં જોડાશે તેવી પણ ચર્ચાઓ જોવા મળી હતી. શ્રેયસી સિંહ એક ભારતીય ખેલાડી છે. જે રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય શૂંટિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે વર્ષ 2014માં ભારત માટે સિલ્વર મેડલ જીત્યું હતું. તેમજ કૉમન વેલ્થ ગેમ્સ 2018માં પણ ગોલ્ડ મેડલ મેળવવામાં સફળતા મળી હતી. શ્રેયસી સિંહે વર્ષ 2019 લોકસભા ચૂંટણીમાં તેમની માતા પુતુલ કુમારી માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો.