ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શ્રાવણ પર્વ પર કરો શિવદર્શન... - શિવમંદીર

ન્યુઝ ડેસ્ક: બમ ભોલેના જયકારા સાથે શ્રાવણ પર્વ શરૂ થઇ ગયો છે, ત્યારે કલ્યાણકારી શિવની કૃપા મેળવવા ભક્તો શિવમંદીરમાં કતારો લગાવે છે. ત્યારે ચાલો શિવશંભુના દર્શન કરી પૂણ્યનું ભાથું બાંધ્યે.

શ્રાવણ પર્વ પર કરો શિવદર્શન...

By

Published : Aug 8, 2019, 7:02 AM IST

હર હર મહાદેવના નાદ સાથે પવિત્ર શ્રાવણ માસમાં શિવમંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. અમરેલીમાં શિવ મંદિરોમાં પવિત્ર શ્રાવણ માસમાં ભોળીયાનાથની પૂજા અર્ચના કરવા માટે લોકો ભક્તિભાવ પૂર્વક દેવોના દેવ મહાદેવના દર્શન માટે ઉમટી રહ્યા છે. અમરેલીનું નાગનાથ મહાદેવ અતિ પૌરાણિક મંદિર છે અને અહીં શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું છે. અહીંના લોકોને નાગનાથ મહાદેવમાં અતૂટ શ્રદ્ધા છે.

શ્રાવણ પર્વ પર કરો શિવદર્શન...

શ્રાવણ માસમાં શિવ તેમજ શિવ મંદિરો નો વિશેષ મહિમા રહેલો છે. સાબરકાંઠાના ઇડર તાલુકામાં આવેલું સપ્તેશ્વર મહાદેવ મંદિર 3400 વર્ષ પુરાણું છે તેમજ ત્રેતાયુગ થી આજ દિન સુધી ભૂગર્ભ ગંગા થકી સતત અભિષેક થાય છે. ખાસ કરીને શ્રાવણ માસમાં આ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળે છે તેમજ લોકો પૂર્ણ શ્રદ્ધા ભાવથી અહીં સ્નાન કરી પવિત્ર થવાનો અહેસાસ કરે છે. અહીં ભક્તો શિવદર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ કરવાનો મનોભાવ રાખે છે. આ જગ્યાએ ત્રણ નદીઓનો સંગમ સ્થળ હોવાની સાથે જ ઋષિ-મુનિઓએ કરેલા તપની ભૂમિ હોવાથી તે લોકો અહીં ભગવાનના દર્શનને અનેકગણું પૂણ્યશાળી માને છે.

શ્રાવણ માસમાં શિવમંદિરમાં ભક્તો અને શ્રદ્ધાળુઓ દર્શનાર્થે જાય છે, પરંતુ ઘણા શિવમંદિરો એવા પણ છે. જે અજાણી જગ્યાએ આવેલા છે, જેમ કે, પોરબંદર નજીક ભોંયરામાં બિરાજમાન ભોંયરેશ્વર મહાદેવ. અહીંના લોકો આ મંદિરમાં અખૂટ શ્રધ્ધા ધરાવે છે. શિવરાત્રી અને શ્રાવણ માસના સોમવારે અહીં મહા-આરતી બાદ ધૂન-ભજન અને સત્સંગ યોજાય છે.

ABOUT THE AUTHOR

...view details