પટનાઃ મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપની રાજકીય લડાઇ હવે બિહારમાં પણ જોવા મળી શકે છે. શિવસેનાએ બિહારની ચૂંટણી માટે તેના 20 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. માનવામાં આવે છે કે આ નેતાઓ બિહાર જઈને ચૂંટણી પ્રચારમાં સક્રિય રીતે ભાગ લઈ શકે છે.
બિહારની ચૂંટણીમાં શિવસેનાની એન્ટ્રી, 20 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર
મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપની રાજકીય લડાઇ હવે બિહારમાં પણ જોવા મળી શકે છે. શિવસેનાએ બિહારની ચૂંટણી માટે તેના 20 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.
ઉલ્લેખનીય છે કે શિવસેનાએ બિહારમાં ચૂંટણી લડવા માટે કોઈ ખુલ્લી જાહેરાત કરી નથી. આવી સ્થિતિમાં માનવામાં આવે છે કે તે મહારાષ્ટ્રમાં તેની ગઠબંધન ભાગીદાર કોંગ્રેસના સમર્થનમાં બિહારમાં પ્રચાર કરી શકે છે. શિવસેના દ્વારા જાહેર કરવામાં આવેલા સ્ટાર પ્રચારકોની યાદીમાં મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે, તેમના પુત્ર અને કેબિનેટ પ્રધાન આદિત્ય ઠાકરે, વરિષ્ઠ નેતા સંજય રાઉત સહિત 20 લોકોનાં નામ શામેલ છે.
સુશાંત રાજપૂત મુદ્દે બિહાર પોલીસ સાથે ગેરવર્તન અંગે બિહારની જનતામાં રોષ છે. હાલમાં સ્ટાર પ્રચારકોની યાદી જાહેર થયા બાદ શિવસેનાએ ચૂંટણી પ્રચાર માટેની તૈયારી શરૂ કરી દીધી છે.