ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપ સાવરકરને 'ઢાલ' બનાવી ઉપયોગ કરી રહી છેઃ શિવસેના

હિન્દુત્વ વિચારક વિનાયક દામોદર સાવરકરને લઇને શિવસેના અને ભાજપ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઇ રહ્યાં છે. શિવસેનાએ ભાજપના પર નવા રાષ્ટ્રવાદના રાજકારણ કરવા માટે ઢાલ તરીકે સાવરકરનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.

shiv
ભાજપ

By

Published : Feb 27, 2020, 3:09 PM IST

મુંબઈ: શિવસેનાએ બુધવારે ભાજપ પર નવા રાષ્ટ્રવાદનું રાજકારણ કરવા માટે ઢાલ તરીકે હિન્દુત્વ વિચાકર સાવરકનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. સાવરકર માટે ભાજપના પ્રેમને નકલી ગણાવતા શિવસેનાએ કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધવા સિવાય રાજ્યના ભાજપના નેતાઓને પૂછવું જોઇએ કે, કેન્દ્રમાં ભાજપની સરકાર સાવરકરને સન્માન આપવામાં નિષ્ફળ કેમ?

શિવસેનાએ કહ્યું કે, ભાજપને લાગે છે કે, શિવસેનાને અલગ કરીએ ભાજપની ભૂલ છે. શિવસેનાના સામનામાં એક સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે, મહારાષ્ટ્રમાં ભાજપના નેતાઓએ જાહેરાત કરી હતી કે, વીર સાવરકરના મુદ્દા પર રાજ્ય સરકાર પર નિશાન સાધશે. ભાજપને સાવરકર પર સન્માન અથવા વિશ્વાસનો વિષય નથી, પરંતુ ફક્ત રાજકારણનો મુદ્દો છે.

ઉદ્ધવ ઠાકરેની આગેવાની વાળી પાર્ટીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસે સાવરકરને ભારત રત્ન કેમ ન આપ્યું? સાવરકરના નવા પ્રશંસક આ વાત પર પ્રકાશ ક્યારે પાડશે?

ABOUT THE AUTHOR

...view details